Dhoraji, તા.11
ધોરાજીના ચકચારી 14 વર્ષની સગીરા પર બળાત્કાર કરી સાત માસનો ગર્ભ રાખી બાળક્નો જન્મ થવાના ગુનાના આરોપીનો નિર્દોષ છુટકારો થવા પામેલ છે.
ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં સને 2022માં 14 વર્ષની સગીરાને આરોપીએ પોતાના શાકભાજીના ડેલે પોતાના વ્હાલા વ્યકિતના સમ આપી મળવા બોલાવી સગીરા પર દુષ્કર્મ આચારેલ હોય સાત માસ બાદ સગીરાને ગર્ભ રહી જતા સગીરાની મેડીકલ તપાસણી કરતા 14 વર્ષની સગીરા ગર્ભવતી હોય ડોકટરોના અભિપ્રાય મુજબ ગર્ભપાત થઈ શકે તેમ ન હોય સગીરાને નવ માસે બાળકનો જન્મ થયેલ અને ધોરાજીના આરોપી અજય ધીરૂભાઈ બારૈયા વિરૂધ્ધ ઈ.પી.કો.ક. 376 તથા પોકસો એકટની કલમો મુજબ ગુન્હો દાખલ થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવેલ.
ત્યારબાદ આરોપી વિરૂધ્ધ પોલીસે પુરતી તપાસ કરી આરોપી વિરૂધ્ધ ચાર્જસીટ રજુ કરેલ. ચાર્જસીટ બાદ આરોપીનો જામીન પર છુટકારો થયેલ ત્યારબાદન સદરહું કેસ ચાલી જતા આરોપીના બચાવમાં વકીલ અરવિંદકુમાર જી. કાપડીયા દ્વારા ફરીયાદ પક્ષના સાક્ષી સાહેદો તેમજ એફએસએલ અધિકારીઓ તેમજ ડોકટરોની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ તથા આરોપીના બચાવમાં સર્વોચ્ચ અદાલતોના ચુકાદાઓ ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજીના એડી.ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ એ.એમ. શેખ દ્વારા ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ નિવડેલ હોવાનું માની આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી પક્ષે ધોરાજીના ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડીયા તથા જયદીપ ટી. કુબાવત તથા પાર્થ વી. વઘાસીયા રોકાયેલ હતા.