Dhoraji , તા. 10
ધોરાજી ખાતે લેઉઆ પટેલ જાગૃતિ મંડળ (સમુહ લગ્ન)ની આજરોજ લેઉઆ પટેલ કેળવણી મંડળ ખાતે કારોબારી સભ્યોની મીટીંગ મળેલ હતી. તેમાં સર્વાનુમતે આગામી રપમો લગ્નોત્સવ તા. 11/05ને રવિવારના રોજ સવારમાં યોજવામાં આવશે અને તેમાં પાટીદાર સમાજની 41 દિકરી-દિકરાના લગ્ન કરવામાં આવશે અને જે દિકરી-દિકરાના મા-બાપ ગુજરી ગયેલ હશે તેનો રજીસ્ટેશન ચાર્જ લેવામાં આવશે નહી. તેથી લગ્ન ઇચ્છુક ઉમેદવારો આ સમુહલગ્નમાં જોડાણ અને સામાજીક કાન્તી તથા માનવ કલાક બચાવવાના આ અભિયાનમાં સહકાર આપવા વધુમાં વધુ જોડાવવા લેઉઆ પટેલ જાગૃતિ મંડળ દ્વારા જણાવાયું છે.
હાલના આ મોંઘવારીના જમાનામાં લગ્ન પાછળ દેખાદેખી તથા લખલુટ ખર્ચાથી બચવા સમુહ લગ્નમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ સમુહલગ્નમાં જોડાવવા ઇચ્છુક દિકરી-દિકરાના વડીલોએ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધણી કરાવવા માટે (1) શ્રી ભારત ટ્રેડીંગ, જેતપુર રોડ, ધોરાજી, નરશીભાઇ જે. પાઘડાર (મો. 94284 36447) અને (ર) ભારત ટ્રેડીંગ કાું. સ્ટેશન રોડ, ધોરાજી, જયસુખભાઇ કોયાણી (મો.98253 75093)નો સંપર્ક કરવા લેઉઆ પટેલ જાગૃતિ મંડળના પ્રમુખની યાદીમાં જણાવાયું છે.