વાડીના રસ્તે માટી કેમ પાથરી કહી માર મારી ધમકી આપનાર બે મહિલા સહીત છ વિરુદ્ધ ફરિયાદ
Dhoraji.તા.17
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીઓએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. વાડીના રસ્તા પર માટી કેમ પાથરી છે કહી હુમલો કરનાર બે મહિલા સહીત કુલ છ શખ્સો વિરુદ્ધ પાટણવાવ પોલીસમાં ગુનો નોંધાયો છે.
મામલામાં ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રબારી શેરીમાં રહેતા 39 વર્ષીય ખેડૂત દિપકભાઈ કાનજીભાઈ કરોતરાએ પાટણવાવ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાલા સીમડી ગામના વિરા લાખા કરોતરા, કિશોર વિરા કરોતરા, ભુપત વિરા કરોતરા, ભરત વિરા કરોતરા, લક્ષ્મીબેન પુંજા કરોતરા અને દેવાયબેન વિરા કરોતરાનું નામ આપતાં જણાવ્યું હતું કે, મોટીમારડથી વાલા સીમડી ગામ તરફ જતા માર્ગ પર અમારી ખેતીની જમીન આવેલી છે. ગત તા. ૧૪/૦૬/૨૦૨૫ ના રોજ હું તથા મારા પિતા કાનજીભાઈ કરોતરા અમારી ખેતીની જમીને હતા. દરમ્યાન આશરે છ વાગ્યે અમારા સેઢા પાડોસી તેમજ મારા કૌટુંબિક વિરા લખા કરોતરા ધસી આવ્યા હતા અને તમે અહીં માર્ગ પર માટી કેમ કામ પાથરી છે કહી મારા પિતા સામે ઝગડો કરી ઢીકાપાટુ મારી પછાડી દિધેલ હતા. દરમિયાન હું દોડીને વચ્ચે પડેલ તો મને પણ ઢીકાપાટુનો માર મારેલ હતો અને ગાળો આપી હતી.
મામલામાં ખેડૂત યુવાને આપેલી ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે બીએનએસની કલમ 115(2), 352,351(3), 54 સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.