પીડિતાને માસિક ધર્મ નહિ આવતા હોસ્પિટલ ખાતે લઇ જવાતા માતા-પિતા સાથે મજૂરી કરતા નરાધમના કુકર્મનો ભાંડો ફૂટ્યો
Dhoraji,તા.26
ધોરાજીના એક ગામમાં રહેતા અને કારખાનામાં મજુરી કામ કરનાર પરપ્રાંતીય શખસે સગીરા પર વારંવાર દષ્કર્મ આચરી તેને ગર્ભ રાખી દીધો હતો. સગીરાને માસિક ધર્મ ન આવતા હોસ્પિટલમાં ચેક કરવાતા તેણીને ગર્ભ હોવાનું માલુમ પડયું હતું. બાદમાં સગીરાને પુછતા તેના માતાપિતા સાથે કારખાનામાં કામ કરનાર શખસે જ દેહ સગીરાનો દેહ અભાડવ્યો હોવાનું માલુમ પડયું હતું. આ અંગે સગીરાના વાલીની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીના તાલુકાના ગામમાં રહેતા મૂળ અન્ય રાજયના વતની પરિવારની ૧૫ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યા અંગે તેના વાલીએ પાટણવાવ પોલીસ મથકમાં પરપ્રાંતીય શખસ શિવ બાબુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
. સગીરા માસિક ધર્મ ન આવતા પરિવાર દિકરીને નિદાન માટે હોસ્પિટલ લઇ ગયો હતો. જયાં તબીબે જોઇ તપાસી સગીરાને ગર્ભ હોવાનું જણાવતા તેના માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.
ત્યારબાદ આ બાબતે દીકરીને પુછતા તેણે આપવીતી જણાવી હતી. સગીરા માતા-પિતા સાથે કયારેક કારખાને કામ પર જતી હોય જેથી તેનો આરોપી શિવ બાબુ સાથે પરીચય થયો હતો. બાદમાં આરોપીએ તેને લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેના થકી તેણી ગર્ભવતી બની હોવાનું જણાવ્યું હતું. જેથી બાદમાં સગીરાના વાલીએ પાટણવાવ પોલીસ મથકમાં આરોપી શિવ બાબુ વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.