આરોપી પીડિત ના ઘર પાસે બાઈક લઈને વારંવાર નીકળતો હોય જેની કરેલી ફરિયાદથી શરતોનું ઉલ્લંઘન થતા જમીન રદ કરવા દાદ માંગી તી
Dhoraji,તા.04
ધોરાજી પોલીસ પથકના ચોપડે સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલ હવાલે રહેલા વિશાલ ખીમજી પરમારના જામીન રદ કરવાની અરજી અદાલતે ફગાવી દીધા છે. વધુ વિગત મુજબ ધોરાજી ખાતે રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી અને દુષ્કર્મ ગુજરીયા અંગેની વિશાલ ખીમજી પરમાર નામના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશાલ ખીમજી પરમારની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલહવાલે કર્યા હતા. બાદ ધોરાજી અદાલતે શરતોને આધીન વિશાલ પરમારના જામીન મંજૂર કર્યા હતા બાદ પીડિત પુખ્ત વયની થતા તેના ઉપલેટા પંથકમાં અન્ય યુવક સાથે લગ્ન થયા હતા. બાદ આરોપી વિશાલ પરમાર પીડિત નો પીછો કરી તેના ઘર પાસે વારંવાર બાઈક લઈને નીકળતો જેનો ડર પીડીતને લાગતા તેને ધોરાજી પોલીસ મથકમાં વિશાલ ખીમજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને ટાર્ગેટ બનાવે ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા જામીનનો શરતનો ભંગ થતો હોય તો આરોપીના જામીન રદ કરવા ધોરાજી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીના એડવોકેટ સંજયકુમાર વાઢેર દ્વારા કરાયેલી લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઇ ધોરાજીના અધિક સેશન્સ જજ એ એમ શેખે આરોપીના જામીન રદ કરવાની અરજી રદ કરતો હુકમ ફરમાવ્યો છે.