Dhoraji,તા.05
ધોરાજી તાલુકા પોલીસના તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત બાઈક માલિકને ગુમ થયેલી મોટરસાયકલ પરત મળતા ભારે રાહતનો અનુભવ થયો હતો અને તેમણે પોલીસની કામગીરીની ભરપેટ સરાહના કરી હતી.
ધોરાજી પોલીસ મથક ની હદમાં આવેલ ફરેણી રોડ પર મામાદેવના મંદિર નજીક એક બીન વારસી મોટરસાયકલ તાલુકા પોલીસ સ્ટેશનના પેટ્રોલિંગ દરમિયાન ધ્યાનમાં આવતા પોલીસે ઇ ગુજકોપ અને પોકેટકોપ મોબાઇલ થી સર્ચ કરી વાહન માલિક ધોરાજીના તોરણીયા ના ભગવાનજીભાઈ લવજીભાઈ નસીત ની શોધ કરી તેના પુત્ર જીગ્નેશ નસીતને પોલીસ સ્ટેશનને બોલાવી દસ્તાવેજની ચકાસણી કરી માલિક અંગેની કરાઈ કરી મોટર સાયકલ પરત સોંપી આપતા જીગ્નેશ ભગવાનજીભાઈએ પોલીસનો આભાર માન્યો હતો .આ કામગીરીમાં ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ જે,પી ગોસાઈ અને ટીમના વિશાલભાઈ પાંચાભાઇ હુંણ, વિજેન્દ્રસિંહ ધીરુભાઈ જાડેજા, મિતલબેન કાનાભાઈ ભાદરકા, એ જહેમત ઉઠાવી હતી