Dhoraji,તા.31
રાજકોટ જિલ્લા કક્ષા ની કુસ્તી સ્પર્ધા માં ધોરાજી સ્પોર્ટલ ફાઉન્ડેશન ના બાળકોેએે દબદબો બનાવી ધોરાજી સ્પોર્ટ ફાઉન્ડેશન નું નામ રોશન કર્યું છે.
એસજીએફઆઈ દ્વારા ધોરાજીની અંદર 59મી અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા જે ધોરાજી ખાતે શ્રી કે ઓ શાહ કોલેજની અંદર યોજાયેલ હતી.
જેમાં ધોરાજી સ્પોર્ટસ ફાઉન્ડેશનના બાળકોનો સતત ત્રીજા વર્ષે પણ દબદબો યથાવત રહ્યો છે આ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરી માં 26 બાળકો પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા છે આ સ્પર્ધા ની અંદર કુલ126 થી વધુ બાળકોએ ભાગ લીધેલો હતો તેમાં અલગ અલગ વેઇટ કેટેગરી ની અંડર 14 અંડર 17 તથા અન્ડર 19 કેટેગરીમાં જેમાં પ્રથમ અન્ડર 14 કેટેગરી ની અંદર પ્રથમ ક્રમાંકે 1)બાલધા શ્રેય 2) ક્યાડા યુગ 3) વાગડિયા આરવ આવેલ.
દ્વિતીય ક્રમ ઉપર 1)અંટાળા વેદ 2) સોલંકી મંથન 3) સાકરીયા યથાર્થ અને અને અંડર 17કેટેગરી ની અંદર પ્રથમ ક્રમાંક પર 1)બળિયાણી ધ્યેય 2) ખંભાતિયા નમ્ર 3) બાલધા કેયુર 4) માવાણી રીધમ આ બાળકો પ્રથમ ક્રમાંક પર આવેલા છે તેમાં દ્વિતીય ક્રમાંક પર હરપાળ તીર્થ 2) હાંસલ્યા નીવ અને તૃતીય ક્રમાંક પર આવેલા બાળકો જેમાં રાદડિયા ધ્યેય 2) ડોબરીયા શ્રેય આની સાથોસાથ અંડર 19 કેટેગરીમાં પ્રથમ સ્થાન પર છત્રાળા અર્જુન દ્વિતીય સ્થાન પર તિલક ગજર તૃતીય સ્થાન પર આશિષ મકવાણા આવેલ તેમની સાથોસાથ ગ્રીકો રોમન કુસ્તી જેમની અંદર ચાર બાળકો પ્રથમ ક્રમે આવેલા છે
જેમાં પ્રથમ ડોબરીયા શ્રેય 2) હાસલિયા નીવ 3) સોજીત્રા હેત 4) ચાવડા આયુષ આ બધા બાળકો એ કુસ્તીની અંદર સારી એવી સિદ્ધિ મેળવેલી છે તેમની સાથે બે બહેનોના પણ આંક આવેલા છે તેમાં પ્રથમ ક્રમાંકે આવે છે અમરેલીયા નેસર્ગી અને અંડર 19 સ્પર્ધા ની અંદર પ્રથમ ક્રમાંકે આવે છે તમામ ખેલાડી તેમના કોચ આકાશ સોજીત્રા જેઓ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ છે તેઓ રોજ રાત્રીના 8.30 કલાકે કે ઓ શાહ કોલેજ માં તાલીમ આપે છે આ તકે આ તમામ બાળકોને ધોરાજી ગામ અને તેમના માતા પિતા તથા તેમની સ્કૂલ અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશન નું નામ રોશન કર્યું છે તે બદલ આ બધા બાળકો અને તેમના કોચ અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ના સભ્યો દ્વારા અભિનંદન આપવામાં આવે છે.