Rajkot, તા.6
રાજકોટ-જામનગર રોડ પર આવેલ ટીજીએમ હોટેલના ગેમઝોનમાંથી ધોરાજીના વકીલનો મોબાઇલ ફોન ચોરી થઇ ગયો હતો. જે અંગે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. વકીલ રાજકોટ સસરાના ઘરે આવ્યા બાદ પરિવાર સાથે અહીં હોટેલે જમવા ગયા હતાં.
બનાવ અંગે ધોરાજીમાં બાપુના બાવલા પાસે જનતા ગાર્ડન પાછળ રહેતા અંકિતકુમાર ચુનીલાલ ટીલવા (ઉ.વ 36) એ જણાવ્યું હતું કે, તેઓ વકીલાત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇ તા.1/10 ના યુવાન તેની પત્ની અને બાળકી સાથે રાજકોટ સસરાના ઘરે આવ્યા હતાં.
બાદમાં સાંજના સમયે જામનગર રોડ પર ટીજીએમ હોટેલમાં જમવા માટે ગયા હતાં. રાત્રીના બારેક વાગ્યે અહીં ઝુલા પર બેઠા હતાં ત્યારે વકીલનો મોબાઇલ અહીં રહી ગયો હતો. પરિવારના સભ્યો ઘરે જવા માટે નીકળ્યા હતાં અને હોટેલના ગેટથી થોડે આગળ પહોંચતા મોબાઇલ યાદ આવ્યો હતો. હોટેલ જઇ તપાસ કરતા મોબાઇલ મળી આવ્યો ન હતો.જેથી વકીલે મોબાઇલ ચોરી અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી.