Morbi,તા,15
રંગોના પર્વ એવા ધુળેટીના પર્વની મોરબીવાસીઓએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી મિત્રો, સગા સ્નેહીઓને રંગ લગાવીને ધૂળેટી પર્વ ઉજવવામાં આવ્યું હતું
મોરબીમાં હોલિકા દહન બાદ શુક્રવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોના પ્રિય એવા ધુળેટીના પર્વ સવારથી જ સૌ કોઈ પોતાના પ્રિયજનોને રંગે રંગવા માટે નીકળી પડ્યા હતા અને આખો દિવસ બુરા ના માનો હોલી હે ના નાદ ગુંજ્યા હતા મિત્રો, સગા સંબંધીઓ, પરિવાર સહિતનાઓને રંગ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ ટીમો પણ સતત પેટ્રોલિંગ કરી શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તેનું ખાસ આયોજન કર્યું હતું