Mumbai,તા.23
કાર કંપનીઓ નવાં મોડલ લોન્ચ કરતાં પહેલાં ઈન્વેન્ટરી ક્લિયર કરવા માટે ઓગસ્ટમાં પેસેન્જર વ્હીકલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. વિવિધ કંપનીઓ તેમનાં વાહનો પર 40,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયાની રેન્જમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ મહિને રક્ષાબંધન અને હવે જન્માષ્ટમી તથા ગણેશ મહોત્સવ જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ ઓફરો લગભગ ગયાં વર્ષ જેટલી જ છે.
2024 માં, કાર કંપનીઓને વેચાયાં વગરનાં સ્ટોકને વેચવા માટે ભારે ડિસ્કાઉન્ટ ઓફર કર્યુ હતું. ઓછી વેચાતી કાર પર સરેરાશ કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ 60,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું હતું.
ડીલર્સનું કહેવું છે કે પ્રીમિયમ હેચબેક્સ પર વધુ ડિસ્કાઉન્ટનો હેતુ તહેવારોની સીઝનમાં નવા લોન્ચ પહેલાં વધતાં માસિક હપ્તામાં રાહત અને અનસોલ્ડ સ્ટોકને ક્લિયર કરવાનો છે. ટાટા મોટર્સ ગ્રુપના સીએફઓ પી.બાલાજીનું કહેવુ છે કે બજારમાં પેટ્રોલ અને ડીઝલ એન્જિન વાહનો પર વધુ છૂટ મળી રહી છે.
વધુ ભારે ડિસ્કાઉન્ટ આપવાની જરૂરિયાતને ટાળવા માટે કંપની તહેવારોની મોસમમાં અને તે દરમિયાન ડીલર્સ સાથે નહિ વેચાયેલા વાહનોની સંખ્યા ઘટાડવાનું કામ કરી રહી છે. જુલાઈમાં કારનું વેચાણ બે આંકડામાં વધ્યું હતું, પરંતુ ગયા વર્ષ કરતાં તે હજુ પણ ઓછું હતું.
કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ અને મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા પર રૂ45,000થી રૂ80,000 સુધીનું ડિસ્કાઉન્ટ
ખરીદદારોને લલચાવવાની સ્પર્ધા
કાર ડીલરોએ જણાવ્યું હતું કે તહેવારોની મોસમ સુધી ડિસ્કાઉન્ટ યથાવત રહેવાની સંભાવના છે કારણ કે નવા વાહનો બજારમાં પ્રવેશ કરી રહ્યાં છે અને ઊંચા વ્યાજ દર લાંબા સમય સુધી ટકી રહેવાની સંભાવના વચ્ચે કંપનીઓ ખરીદદારોને લલચાવવા માટે સ્પર્ધા કરી રહી છે. જો સપ્ટેમ્બર-નવેમ્બર દરમિયાન રિટેલ ડિમાન્ડ વધશે તો વર્ષનાં અંત સુધીમાં ડિસ્કાઉન્ટમાં ઘટાડો થઈ શકે છે.
એસયુવી પર વધુ ડિસ્કાઉન્ટ
આ વર્ષે લોકપ્રિય હેચબેક અને સેડાન પર 40,000 રૂપિયાથી 80,000 રૂપિયાની વચ્ચે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારે પસંદગીની એસયુવી અને એમપીવીને 1 લાખ રૂપિયાથી વધુનો લાભ મળી રહ્યો છે. દેશમાં કુલ વાર્ષિક કારનાં વેચાણનો લગભગ એક ચતુર્થાંશ ભાગ તહેવારો દરમિયાન વેચાય છે
પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં મારુતિ બલેનો, હ્યુન્ડાઇ આઇ20 અને ટાટા અલ્ટ્રોઝ રૂ30,000થી રૂ60,000 ડિસ્કાઉન્ટ આપી રહી.
એન્ટ્રી-લેવલ હેચબેક્સ મારુતિ અલ્ટો કે10, રેનો ક્વિડ અને હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ10 નિયોસ પર રૂ25,000થી રૂ50,000 સુધીનું ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ મળી રહ્યાં છે.
કોમ્પેક્ટ સેડાન હોન્ડા અમેઝ, મારુતિ ડિઝાયર અને હ્યુન્ડાઇ ઔરા પર રૂ35,000થી રૂ70,000 સુધીનો લાભ.
એસયુવી પર વધારે ઓફર
ટોયોટા ક્રિસ્ટા અને ટાટા સફારી પર રૂ50,000 રૂપિયાથી લઈને 1.2 લાખ રૂપિયા સુધીના બેનિફિટ્સ ઉપલબ્ધ છે, જ્યારે મહિન્દ્રા સ્કોર્પિયો-એન એક્સયુવી 700 પર 40,000 રૂપિયાથી લઈને 80,000 રૂપિયા સુધીનાં બેનિફિટ્સ મળી રહ્યાં છે.