કો.ચેરમેન, તરીકે વરણી કરવામાં આવતા વકીલોમાં આનંદની લાગણી
Rajkot ,તા.08
જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતમા પ્રથમ ક્રમાકે આવનાર અને જાગૃત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દીલીપ પટેલની બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની દીલીપ પટેલની કો.ચેરમેન, તરીકે વરણી કરવામાં આવતા વકીલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે.
વકીલોના પ્રશ્નોની વાચા આપતા દીલીપ પટેલ બાર કાઉન્સીલની છેલ્લે બે ટર્મ સૌથી વધુ મતથી જીતનાર સભ્ય છે. છેલ્લા ૨૦ વર્ષથી બાર કાઉન્સીલના વિવિધ હોદા ઉપર રહી ચુકેલા છે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નિમણૂક બાદ ભારતના વિવિધ બાર કાઉન્સીલો અને વિવિધ રાજયોનો પ્રવાસ કરી વકીલો પ્રશ્નોની જાણકારી મેળવી હતી. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના તમામ મેમ્બરો અને ચેરમેન સાથે ખૂબ જ નીક્ટના સંબંધો કેળવી અને તમામ બી.સી.આઈ.ના મેમ્બરોમાં લોકપ્રિય બનેલ એવા દીલીપ પટેલની સહ-અધ્યક્ષ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા જેવી ૨૩ લાખ વકિલોની સંસ્થામાં નિમણુક થતા તમામ વકિલોમાં યોગ્ય વ્યક્તિને નિમણુક કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર-ગુજરાતના નામાંકિત પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ સાથે વકીલાતનો પ્રારંભ કરનાર દીલીપ પટેલે રાજકિય કારકિર્દી વજુભાઈ વાળા, સ્વ.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાલી, પૂર્વ મંત્રી ગોવીદભાઈ પટેલ સાથે ભા.જ.૫.માં કોર્પોરેટર તરીકે જંગી લીડથી ચુંટાઈ અને વોર્ડના કાર્યકર્તામાં લાગણી ઉભી કરેલ હતી. દિલીપ પટેલ ગુજરાત લીગલ સેલના સહ કન્વીનર તરીકે કન્વીનર જે.જે. પટેલ સાથે ખમ્ભે ખમ્ભો મિલાવી વકીલોને ભાજપ ની વિચારધારા તરફ વાળવામાં સફળ રહ્યા અને બાર એસોસીયેશનમાં ભાજપની પેનલને જંગી મતથી વિજય હાંસલ કર્યો હતો. વકીલોના હમદર્દ, હમસફર અને પોતીકા દીલીપ પટેલને સિનિયર જુનિયર એડવોકેટ ઓફ દ્વારા અભીનંદન પાઠવી રહેલ છે.