Mumbai,તા.10
મોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ’એલ 2: એમ્ય્યુરનના ટીઝર આવતાની સાથે જ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મનાં દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે શાહરુખ ખાન તેમની ફિલ્મ ‘લ્યુસિફર’ની હિન્દી રિમેકમાં કામ કરે.
‘એલ 2: એમ્ય્યુરન’ 2019ની હિટ ફિલ્મ ‘લ્યુસિફર’ની સિક્વલ છે. સાઉથમાં તેને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને હવે આશા રાખવામાં આવી રહી છે કે ’એલ 2: એમ્ય્યુરને વધુ લોકો પસંદ કરશે.
જ્યારે પૃથ્વીરાજને પૂછવામાં આવ્યું કે તેઓ ‘લ્યુસિફર’ની બોલિવૂડ રિમેકમાં કોને કાસ્ટ કરવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ શાહરુખ ખાનને મોહનલાલની ભૂમિકામાં જોવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેનાં પ્રિય બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન છે. પહેલાં આ ફિલ્મને તેલુગુમાં ’ગોડફાધર’ તરીકે રિમેક કરવામાં આવી હતી, જેમાં ચિરંજીવીએ અભિનય કર્યો હતો.
એવાં પણ સમાચાર છે કે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન ‘એલ 2: અમ્પુરન’માં પણ કામ કરી શકે છે. પૃથ્વીરાજે કહ્યું કે “એલ 2 : અમ્પુરન” હિન્દી ભાષી દર્શકોને નિરાશ નહીં કરે કારણ કે ફિલ્મનાં પ્રથમ 20-25 મિનિટનાં ડાયલોગ હિન્દીમાં હશે. આ ફિલ્મ 27 માર્ચે રિલીઝ થવાની છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ને ટક્કર આપી શકે છે.