પોલીસ ચાર્જશીટ મુજબ, સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાએ લગ્ન પહેલા જ રાજાની હત્યાની યોજના બનાવી હતી
Madhya Pradesh, તા.૮
મધ્યપ્રદેશની રાજા રઘુવંશીની મર્ડરની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. ઈન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી લાગતી. લગ્નના ૯ દિવસ પછી જ હનિમૂનના બહાને પતિને મોત આપનાર પત્ની સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહા સામે ગાળિયો કસાયો છે.
પોલીસે આ કેસમાં ૭૯૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં આ રહસ્યમય હત્યાના ઘણા રહસ્યો ખબલ્યા છે.
પોલીસ ચાર્જશીટ મુજબ, સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાએ લગ્ન પહેલા જ રાજાની હત્યા કરવાની યોજના બનાવી હતી. હનીમૂન પર જતા સમયે હત્યાના ૩ પ્રયાસ નિષ્ફળ ગયા, પરંતુ ૨૩ મે ૨૦૨૫ ના રોજ, સોહરા (મેઘાલય) માં સોનમ રઘુવંશી અને રાજ કુશવાહાના ચોથા પ્રયાસમાં સફળતા મળી. તેમણે રાજા રઘુવંશીની હત્યા કરી.
મેઘાલય પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જીૈં્) એ કોર્ટમાં ૭૯૦ પાનાની ચાર્જશીટ રજૂ કરી. તેમાં ખુલાસો થયો કે આખી હત્યા અગાઉથી આયોજનબદ્ધ હતી.
સોનમ રાજાને સોહરા લઈ ગઈ, જ્યાં રાજ કુશવાહા અને તેના સાથીઓ રાહ જોઈ રહ્યા હતા. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી અને લાશને ખાડામાં ફેંકી દેવામાં આવી.
ચાર્જશીટમાં સોનમ રઘુવંશી, રાજ કુશવાહા સહિત કુલ ૮ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આમાં આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુર્મીનો પણ સમાવેશ થાય છે. પુરાવાનો નાશ કરવાનો આરોપ વધુ ત્રણ આરોપીઓ પર છે. આ કેસમાં ૈંઁઝ્ર કલમ ૧૦૩(૧) (હત્યા), ૨૩૮(છ) (પુરાવાનો નાશ) અને ૬૧(૨) (કાવતરું) લગાવવામાં આવ્યું છે.
કાનૂની નિષ્ણાતો માને છે કે જો પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડિજિટલ પુરાવા અને સાક્ષીઓ કોર્ટમાં ઊભા રહે, તો સોનમ અને રાજને મૃત્યુદંડ કે આજીવન કેદની સજા થઈ શકે છે. જોકે, કાનૂની ગૂંચવણોનો લાભ લઈને બચાવ પક્ષ પણ રાહત મેળવી શકે છે.
રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ કોર્ટ પાસે માંગ કરી છે કે સોનમ અને તમામ ગુનેગારોને મૃત્યુદંડ આપવામાં આવે. તેમનું કહેવું છે કે આ માત્ર હત્યા નથી પરંતુ પરિવાર અને સંબંધો સાથેનો સૌથી મોટો વિશ્વાસઘાત છે.