Mumbai,તા.11
ઈમરાન હાશ્મીની ‘આવારાપન ટુ’ ફિલ્મમાં દિશા પટાણીને સાઈન કરાઈ છે. ૨૦૦૭માં રીલિઝ થયેલી મૂળ ફિલ્મમાં શ્રિયા શરણ ઈમરાન હાશ્મીની હિરોઈન હતી.
હવે ૧૮ વર્ષ પછી ફિલ્મની ફ્રેન્ચાઈઝી આગળ વધારાશે તેમાં ઈમરાનને હિરો તરીકે રીપિટ કરાયો છે. ફિલ્મનું શૂટિંગ આ અથવા તો આવતા મહિને શરુ કરી દેવાશે. આગામી જાન્યુઆરી સુધી શૂટિંગ પૂર્ણ કરી દઈ આવતાં વર્ષે રીલિઝ કરવાનું નિર્માતાઓનું પ્લાનિંગ છે. દિશા પટાણી છેલ્લા કેટલાય સમયથી ફિલ્મો મેળવવામાં સંઘર્ષ કરી રહી છે.
તેની પાસે હાલ ‘વેલકમ ટુ ધી જંગલ ‘ સિવાય બીજી કોઈ ખાસ ફિલ્મ નથી. આ ફિલ્મમાં પણ દિશા સાથે અનેક કલાકારોનો શંભુમેળો છે એટલે તેની હાજરીની નોંધ લેવાય તેમ નથી.
‘સૈયારા’ના દિગ્દર્શક મોહિત સૂરીએ પાંચ વર્ષ પહેલાં દિશા પટાણી તથા આદિત્ય રોય કપૂર સાથે ‘મલંગ ટુ’ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં આ ફિલ્મ અટકી પડી હતી.