Jamnagar,તા.03
જામનગરમાં અંધ આશ્રમ નજીકના વિસ્તારમાં રહેતી પાડોશી મહિલાઓ વચ્ચે ડખો થયો હતો જૂની અદાલતના કારણે એક મહિલા પર તેના પાડોશમાં જ રહેતી બે મહિલા સહિત ત્રણ શખ્સોએ હુમલો કરી દેતાં નાકમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ નજીક રહેતી સગુફાબેન મુજમીલભાઈ શેખ નામની 30 વર્ષની યુવતીએ પોતાના ઉપર પથ્થર અને ધોકા વડે હુમલો કરી ઘૂંટણમાં અને નાકમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતી રેશમાબેન ઉર્ફે મુમતાઝ હનીફભાઈ આલા, હનીફ ઈબ્રાહીમ આલા, અને સાનિયા હનીફ આલા વગેરે પતિ પત્ની અને પુત્રી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.