Kotdasangani,તા.18
ડો. ઓમ પ્રકાશ, કલેકટર રાજકોટના આદેશથી અને મહક જૈન,આસિસ્ટન્ટ કલેકટર રાજકોટ શહેર-2, રાજકોટ તથા મામલતદાર કોટડાસાંગાણી ગુમાનસિંહ જાડેજાની સૂચના મુજબ નાયબ મામલતદારશ્રી દબાણ-2 એચ.એ.ચુડાસમા, રેવન્યુ તલાટી એ.બી.બાવાળીયા તથા પોલીસ,P.G.V.C.L સ્ટાફ તથા JCB અને બ્રેકર મશીન દ્વારા કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે બિનધિકૃત વ્યક્તિઓએ ઔદ્યોગિક તથા વાણિજ્ય હેતુસર ગેરકાયદેસર દબાણ કરેલ હતું.
દબાણદારો સામે ધોરણસરની કાર્યવાહી કરી દબાણદારોને નોટિસો આપી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં અમુક આસમીઓએ દબાણ દૂર કરેલ ન હોવાથી તમામનું દબાણ દૂર કરવામાં આવેલ છે.
સદરહું દબાણવાળી જગ્યામાં કુલ.3 જેટલા આસામીઓએ દબાણ કરેલ હતા. જેનું ક્ષેત્રફળ આશરે 950 ચો.મી, થાય છે, દબાણવાળી જમીનની આશરે કુલ બજાર કિંમત રૂપિયા 1.20 કરોડ ની હોવાનું જણાય છે.દબાણદારોના નામ દર્શીતભાઈ ખાંટ, ગોવિંદભાઈ મેતા, હરજીન્દરસિંગ.