Diu, તા.૨૨
દીવ મ્યુનિ. દ્વારા પાર્કિંગ સ્થળોની હરાજીનુ સરકયુલર બહાર પાડવામાં આવેલ છે. જેમાં ન્યુ.ફોરેન માર્કેટની સામે પાર્કિંગ જટી, ફોર્ટ પાસેનુ પાર્કીંગ, ફૂદમ ગંગેશ્વર મહાદેવ પાસે પાર્કીંગ, આઈએનએસ ખુકરી પાર્કીંગ સ્થળ તેમજ આજુબાજુનુ સ્થળ તેમજ સરકારી ઉચ્ચતર માઘ્યમિક શાળાથી લઈ અને બસ સ્ટેશન ઓપન સ્પેસ પાર્કીંગનુ સમાવેશ થાય છે. દરેક પાર્કીંગની ઓકસન રકમ અલગ અલગ રહેશે. સમય મયાર્દા એક વર્ષની રહેશે. જે ૧૬ ડિસેમ્બર-૨૦૨૪ થી ૧૫ ડિસેમ્બર-૨૦૨૫ સુધી રહેશે. આ ઓકસનમાં ભાગ લેવા માટે રૂા.૫૦ હજાર નોન રીફંડેબલ છે. એક લાખ ડિપોઝીટ રહેશે. ઓકસન તા.૨૮ નવેમ્બર ગુરૂવારના રોજ સવારે ડીએમસી હોલમાં થશે.