New Delhi,તા.19
તહેવારો સમયે બેન્કો માટે પર્સનલ લોન, ક્ધઝયુમર લોન, ઓટો લોનની માંગ વધુ રહેતી હોય છે અને હોમલોન એક સ્ટેડી બીઝનેસ છે પણ જે રીતે લાંબા સમયથી વ્યાજદરમાં વધારો થયો છે અને આવાસો પણ મોંઘા બન્યા છે તેના કારણે આ દિવાળી પર હોમલોનની માંગ ધીમી રહેવાથી અનેક રાષ્ટ્રીયકૃત બેન્કોએ હવે હોમલોનમાં પણ ફેસ્ટીવલ સ્કીમ જાહેર કરી છે અને મર્યાદીત સમય માટે પ્રોસેસીંગ ફી નહી લેવા જાહેરાત કરી છે.
બેન્કો માટે હોમલોન એ સલામત ધિરાણ ગણાય છે અને તેના લોન પોર્ટફોલિયોમાં બેલેન્સ રહે તેની આ પ્રકારના સીકયોર્ડ ધિરાણ જળવાઈ રહે તે જરૂરી છે પણ તહેવારો સમયે અન્ય ક્ધઝયુમર ધિરાણ, ઓટો લોન, પર્સનલ લોનની માંગ વધુ રહે છે અને આ વર્ષે હોમલોનમાં પણ માંગ ઘટતા હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, કેનેરા બેન્ક, ઈન્ડીયન ઓવરસીઝ બેન્ક, બેન્ક ઓફ બરોડા તથા પંજાબ નેશનલ બેન્ક ડિસેમ્બર 2024થી માર્ચ 2025 સુધી લોન પ્રોસેસીંગ ચાર્જ નહી લેવા જાહેરાત કરી છે.
બરોડા અને પંજાબ નેશનલ બેન્કે અલગ અલગ મુદત માટે એટલે કે અનેક બેન્કોએ ડિસે. 2024 તો કોઈ બેન્કોએ માર્ચ 2025 સુધી પ્રોસેસીંગ ચાર્જ નહી લેવાની જાહેરાત કરી છે. હાલ હોમલોન દર 8.25 થી 9.50% વચ્ચે છે જેના પર અલગ અલગ બેન્કો અલગ અલગ રીતે પ્રોસેસીંગ ચાર્જ વસુલે છે. હાલ હોમલોનનું પ્રમાણ રૂા.28.33 લાખ કરોડ થયુ છે જે બે વર્ષ પુર્વે રૂા.18.35 લાખ કરોડ હતું.