Copenhagen,તા.28
ડીએનએ ટેસ્ટમાં પાંચ વર્ષનો બાળક મોટો થશે ત્યારે તે મેદસ્વી થશે કે કેમ તેની આગાહી કરી શકાય છે, તેમ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે.
આ એક નવી આનુવંશિક પરીક્ષણ તકનીક છે જેને પોલિજેનિક રિસ્ક (પીજીએસ) કહેવામાં આવે છે. આ પરીક્ષણ બાળકોનાં ડીએનએનું પરીક્ષણ કરીને એ જાણવા માટે કે શું તેમાં આનુવંશિક ફેરફારો છે કે નહીં જે મોટા થવા પર જાડાપણું વધારી શકે છે.
આ અભ્યાસ ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 500થી વધુ સંસ્થાઓ અને વિશ્વભરનાં 600થી વધુ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.
તે આ રીતે કામ કરે છે
શરીરમાં ઘણાં જીન્સ હોય છે. આમાંના કેટલાક જીન્સ એવા છે જે ભૂખ, વજન અને શરીરની ચરબીને અસર કરે છે. આ પરીક્ષણ આ હજારો જીન્સની અસરોને જોડીને પોલિજેનિક જોખમ તરીકે ઓળખાતો સ્કોર બનાવે છે.
સ્કોર બતાવે છે કે, વ્યક્તિને મેદસ્વી થવાનું કેટલું જોખમ છે. જે બાળકોનો પીજીએસ સ્કોર ઊંચો હોય તેમને નાનપણથી જ તેમના આહાર, કસરત અને જીવનશૈલીમાં સુધારો કરવાની સલાહ આપવામાં આવે છે. આ તેમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગથી પણ બચાવી શકે છે.
પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો ટેસ્ટ કરવામાં આવશે
સ્થૂળતા શોધવાનું પરીક્ષણ એ એક નવી આનુવંશિક પરીક્ષણ તકનીક છે જેને પોલિજેનિક જોખમ સ્કોર કહેવામાં આવે છે. આ ટેસ્ટ 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર કરી શકાય છે. આ ટેસ્ટથી સ્થૂળતા વધે તે પહેલાં રાખવાની સાવચેતી વિશે પણ માહિતી આપવામાં આવશે.