Washington, તા.23
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે તેની વેબસાઇટ પર એક એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકન વિદેશ વિભાગે પોતાના સિટીઝનને કહ્યું કે, હવે ભારતમાં ટ્રાવેલ કરતી વખતે વધુ સાવધાની રાખે. જેના માટે તેમણે ગુનાઓ, ટેરેરિઝમ અને સરહદી વિસ્તારોમાં સંભવિત સૈન્ય અથડામણનોપણ ઉલ્લેખ કર્યો છે.
અમેરિકાનું કહેવું છે કે, ભારતમાં દુષ્કર્મ સહિત હિંસાના કેસો સતત વધી રહ્યા છે. તેથી અમેરિકન મહિલાઓએ ભારતમાં એકલી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતમાં પ્રવાસન સ્થળો અને અન્ય સ્થળોએ પણ કેટલાક હિંસક ગુનાઓ થાય છે. પ્રવાસીઓ હુમલો થઈ શકે છે. પ્રવાસન સ્થળોની સાથે પરિવહન સુવિધાઓ, બજારો, શોપિંગ મોલ અને સરકારી સુવિધાઓને પણ નિશાન બનાવી શકે છે.’
અમેરિકાએ ભારતમાં કેટલાક સ્થળોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ઈમરજન્સીની સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોમાંથી અમેરિકન નાગરિકોને બહાર કાઢવા માટે અમેરિકન સરકાર પાસે મર્યાદિત પહોંચ જ છે. આ વિસ્તારો છે – પૂર્વ મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગાણાથી લઈને પશ્ર્ચિમ પશ્ર્ચિમ બંગાળ સુધી છે.
અમેરિકાએ કહ્યું છે કે, જો તેના કર્મચારીઓ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ર્ચિમ બંગાળ, મેઘાલય અને ઓડિશાની રાજધાનીની મુસાફરી કરી રહ્યા હોય, તો તેમને પરવાનગી લેવાની જરૂર નથી. પરંતુ જો તેમને આ રાજ્યોમાં રાજધાની સિવાય અન્ય કોઈ વિસ્તારમાં જવું પડે, તો તેમને ખાસ પરવાનગીની જરૂર પડશે.