Rajkot,તા.09
ગુજરાત સહિત દેશભરમાં વધતા જતા સાયબર ક્રાઈમમાં રોજ સંખ્યાબંધ લોકો આ પ્રકારની છેતરપીંડીનો ભોગ બને છે અને સરકારે તેમાં હવે અનેક રીતે લોકોને સાયબર ક્રાઈમથી કઈ રીતે બચવું તે સમજ આપવા અનેક રીતે પ્રયાસ કરી રહ્યા છે પણ અહી સાયબર ક્રિમીનલો- એક ડગ આગળ હોવાનું પુરવાર થયુ છે અને તેમાં સંભવત પ્રથમ વખત એવો કિસ્સો બહાર આવ્યો છે કે એક વખત સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તે ફરી એવી જ પણ થોડી જુદા પ્રકારની રીતે સાયબર ક્રાઈમનો ભોગ બનીને નાણા ગુમાવ્યા છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે તેવા સાયબર ક્રાઈમમાં જે 1930- હેલ્પલાઈન- સરકારે આપી છે તેનાજ હેલ્પલાઈનના અધિકારી તરીકે ઓળખ આપીને આ છેતરપીંડી થઈ છે. જો કે આ સાયબર ક્રાઈમની હેલ્પલાઈનમાં પ્રથમ વખત છેતરાયેલા વ્યક્તિએ પોતાની સામે છેતરપીંડી થઈ તે માહિતી કેમ `લીક’ થઈ તે પણ પ્રશ્ન છે.
ગુજરાતમાં હવે નવો સાયબર ટાસ્ક ફોર્સ જે એન્ટી ટેરરીસ્ટ સ્કવોડની જેમ એક પણ યુનિટ તૈયાર કરાયુ છે તેના એક ઉચ્ચ અધિકારીએ આ નવી મોડેલ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ સાયબર ફ્રોડ કરનારાઓ હવે જેઓ આ પ્રકારની હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવે છે તેને પણ સપડાવી રહ્યા છે.
જેમાં પ્રથમ વખત આ પ્રકારે નાણા ગુમાવનારે 1930 હેલ્પલાઈનમાં પક્ષની ફરિયાદ નોંધાવ્યા બાદ થોડા જ દિવસમાં તેને આ હેલ્પલાઈનના અધિકારીને નામે કોલ આપ્યો હતો. જેમાં તેણે અગાઉ નોંધાયેલી ફરિયાદનો રેફરન્સ અપાયો હતો તથા પોતાને સાયબર-અધિકારી તરીકે ઓળખાવનાર વ્યક્તિએ ફ્રોડ ખમનારને જણાવ્યું કે તેના ગુમાવેલા નાણા ટ્રેસ થઈ ગયા છે અને તે પરત આપી દેવા જો પણ હવે સતાવાર રીતે ફરિયાદ નોંધવા માટે એક લીંક પર તેણે બેન્ક ખાતા વિ.ની માહિતી આપવાની છે.
જેથી નાણા બેન્કમાં જમા કરાવી શકાશે. વાસ્તવમાં આ લીંક જે તે ફ્રોડનો ભોગ બનનારના મોબાઈલને દૂરથી રીમોટ-કંટ્રોલ કરી શકાય અને તેનો મહત્વનો ડેટા પણ ઉઠાંતરી કરી શકાય તે પ્રકારની હતી અને જેથી ફ્રોડ ભોગ બનનારે તેની વિગતો આ લીંગ પરના ફોલ્ડરમાં ભરી તો તુર્તજ તેનો ફ્રોન `હેક’ થઈ ગયો અને મિનિટોમાં તેના ખાતામાંથી વધુ રૂા.8000 ટ્રાન્સફર થઈ ગયા હતા.
આમ અગાઉ રૂા.1.50 લાખ ગુમાવનારે તે પરત મેળવવામાં વધુ રૂા.80000 ગુમાવ્યા હતા. આમ હવે હેલ્પલાઈનના નામે પણ સાયબર ફ્રોડ થવા લાગ્યા છે. જેમાં પોતાના ગુમાવેલા નાણા પરત મેળવવા માટે હેલ્પલાઈન પર જાય તેવોજ આ પ્રકારે ફરી સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. આ પ્રકારના કોલ પણ આંતરરાષ્ટ્રીય વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (વીવીઆઈપી) ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરાયો.
હવે ગુજરાત સાયબર યાસ્ક ફોર્સ અન્ય રાજયોની સાયબર પોલીસને સાવધ કરી છે. આ પ્રકારની છેતરપીંડીથી બચવાનો માર્ગ છે જે સાયબર પોલીસ છે તે અમોને ગુમાવેલા નાણા પરત મેળવવા કે કોઈ માહિતી માટે કોઈ વોટસએપ લીંક મોકલતી જ નથી તેથી આ પ્રકારે લીંક આવે તો તે ફ્રોડ જ છે તે નિશ્ચિત છે.
સાયબર પોલીસ તમારો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર સેલથી રૂબરૂ જ સંપર્ક કરે છે. આમ હવે આ સાયબર ફ્રોડમાં વધુ ડબલ ડીપ કૌભાંડ બહાર આવ્યું છે. સાયબર ક્રીમીનલ હવે જે રીતે વધુ ચાલાકી અપનાવે છે તેમાં તમારી સાવધાની જ મહત્વની છે.
1930 તમોને કદી લીંક મોકલતી નથીઃ સાવધાની જરૂરી
* 1930 એ સાયબર ફ્રોડ સામે ફરિયાદની હેલ્પલાઈન છે પણ તમો તેમાં કોઈ ફરિયાદ કરો તો બાદમાં સાયબર સેલ કે નજીકના પોલીસ સ્ટેશન મારફત સીધો સંપર્ક કરાય છે. તમોને કોઈ લીંક વોટસએપ કે અન્ય રીતે મોકલતી નથી તેથી આ પ્રકારની લીંક મળે તો તે ફ્રોડ છે તે નિશ્ચિત છે.
* ઉપરાંત વોટસએપ પર કોઈ `ઓફિશ્યલ’ નામે લીંક મળે તો પણ તેને ખોલતા નથી.
* રીકવરી માટેની એક પ્રક્રિયા છે જયાં સ્થાનિક પોલીસ સંકળાય છે. ઓનલાઈન થતી નથી.
* 1930 એ સતાવાર છે પણ તેના જેવા ભળતા નંબર પર જતા નહી.
* તમારા કેસ નોંધવા માટે નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર સેલમાં જઈ શકો છો.

