તીક્ષ્ણ હથિયાર વડે સામસામે હુમલામા કથિત પ્રેમી જયરાજ સરવૈયા અને પતિના મિત્ર પ્રકાશ સુથારનુ મોત પતિ શંકર ગઢવી ગંભીર
Mundra
કચ્છ જિલ્લાના મુન્દ્રામાં આડા સંબંધોની શંકાને લઈને થયેલા હિંસક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલુ જેમા ખેલાયેલા ખૂની ખેલમાં પરિણીતાનો કથિત પ્રેમી જયરાજ સરવૈયા અને પતિના મિત્ર પ્રકાશ સુથારનાં મોત થયાં છે, જ્યારે પતિ શંકર ગઢવી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથક તેમજ અધિકારીઓને થતા તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા . પોલીસે બંને મૃતકોનું પીએમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોપ્યા હતા પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંઘી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવરાત્રીના છેલ્લા દિવસે બેવડી હત્યાથી કચ્છ પંથકમાં આકાર મચી જવા પામ્યો છે.
વધુ વિગત મુજબ આદિપુરના શંકર ઉર્ફે વિજય ખેરાજ ગઢવીને શંકા હતી કે તેની પત્નીને મુંદરાના જયરાજસિંહ સરવૈયા સાથે આડા સંબંધ છે. આ મનદુઃખને લઈને શંકર અને મિત્ર સાથે પ્રકાશ સુથાર મુંદરા આવ્યા હતા. ત્યારે મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલી સૂર્યાનગર સોસાયટી પાસે
શંકર ગઢવી તેના મિત્ર પ્રકાશ સુથાર જયરાજ સરવૈયા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન તીક્ષ્ણ હથિયારથી થયેલા સામસામા હુમલામાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, સારવાર દરમિયાન પરિણીતાનો કથિત પ્રેમી જયરાજ સરવૈયા અને પતિના મિત્ર પ્રકાશ સુથારનાં મોત થયાં છે, જ્યારે પતિ શંકર ગઢવી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવને પગલે મુન્દ્રા પોલીસે તપાસ હાથ ધરી છે. મુન્દ્રાના વિભાગીય પોલીસ અધિકારી ગૌતમ વિવેકાનંદના જણાવ્યા અનુસાર, આદિપુરનો શંકર ગઢવી તેના મિત્ર પ્રકાશ સુથાર સાથે મુન્દ્રા આવ્યો હતો. શંકરની પત્ની સાથે મુન્દ્રાના જયરાજ સરવૈયાને આડા સંબંધો હોવાની શંકાને પગલે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન તીક્ષ્ણ હથિયારથી થયેલા સામસામા હુમલામાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, સારવાર દરમિયાન પ્રકાશ સુથાર અને જયરાજ સરવૈયાનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં મુંદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે બે વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા.બંને મૃતદેહોને પીએમ અર્થે મુંદરાની સીએચસી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

