Junagadh,તા.7
મુંબઈ ખાતે એસ્થે કાયાકલ્પ ના ડો બોરખતરીયા એ લેસર હેર રિમૂવલ વિષય પર લેકચર આપેલ હતું. ACSICON 2025 – મુંબઈ માં ભારતભરના 1200થી વધુ ત્વચા વિશેષજ્ઞોની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટ શૈક્ષણિક વિનિમય, અનુભવોના આદાનપ્રદાન અને નવીનતાના પ્રોત્સાહન માટે એક જીવંત અને ઉર્જાસભર મંચ સાબિત થયો.
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં એસ્થે કાયાકલ્પ ના ડો. પીયુષ બોરખતરીયા સાહેબે પણ સક્રિય ઉપસ્થિતિ નોંધાવી હતી અને તેમણે Laser Hair Removal વિષય પર પાવર-પેક લેક્ટર આપ્યું તેમજ Lasers for Nail Disorders જેવા ઉદયમાન વિષય પર પણ પ્રેઝન્ટેશન આપ્યું.ઉપરાંત, તેમણે લેસર વર્કશોપનું મોડરેશન કરીને Laser Hair Removal અને Q-Switched Nd:YAG Laser ના બે લાઇવ ડેમો પણ રજૂ કર્યા. વિજ્ઞાનથી ઉજવણી સુધીનો આ સફર સૌ માટે યાદગાર અને પ્રેરણાદાયી રહ્યો હતો.