New Delhi,તા.29
ભારતીય ઘરેલુ ક્રિકેટમાં દુલીપ ટ્રોફી 2025 28 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લેશે.ત્યાર બાદ ડો. (કેપ્ટન) કે. થિમ્મપ્પા મેમોરિયલ ક્રિકેટ ટૂર્નામેન્ટ 4 સપ્ટેમ્બર યોજાશે. આ ટૂર્નામેન્ટ માટે આસામ ક્રિકેટ એસોસિએશને (ACA) સિનિયર મેન્સ ટીમની જાહેરાત કરી છે. આસામ ક્રિકેટ એસોસિએશને 20 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે અને ટીમનું નેતૃત્વ સ્ટાર ઓલરાઉન્ડર રિયાન પરાગને સોપવામાં આવ્યું છે.
રિયાન પરાગની કેપ્ટનશીપમાં આ ટુર્નામેન્ટમાં ઘણા ઉભરતા સ્ટાર્સ રમતા જોવા મળશે. ટીમમાં દાનિશ દાસ, સ્વરૂપમ પુરકાયસ્થ અને શુભંકર રોય જેવા અનુભવી ખેલાડીઓ તેમજ યુવા પ્રતિભાઓને ટીમમાં તક આપવામાં આવી છે. આ ઉપરાંત, અભિષેક ઠાકુર, મુકુંદ હુસૈન, અનુરાગ તાલુકદાર અને અમલનજ્યોતિ દાસ જેવા ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે, જે આ ટુર્નામેન્ટમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.