Jasdan, તા.09
રાજકોટ જિલ્લાના જસદણ ખાતે પી.સી.એન્ડ પી.અને ડી.ટી. એકટ હેઠળનાં કેસમાં રામાણી સર્જીકલ હોસ્પિટલનાં ડૉ. ડી.કે.રામાણીને કોર્ટ દ્વારા ૧૮ માસની સજા અને ૨૫,૦૦૦/- રૂપીયાનો દંડ કરાયો છે.
તા.૧૩/૧૨/૨૦૧૩ના રોજ જસદણ તાલુકાનાં રામાણી સર્જીકલ હોસ્પિટલ ખાતે ડો. એસે.એસ. શ્રીવાસ્તાવ, સબ ડિસ્ટ્રકટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફિસરે સ્થળ મુલાકાત લઇ સાક્ષીઓની હાજરીમાં રામાણી સર્જીકલ હોસ્પીટલમાં થતા પી.સી. એન્ડ પી. અને ડી. ટી. એકટ હેઠળના ભંગ બદલ કાર્યવાહી કરી સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા. ત્યાર બાદ પી. સી. એન્ડ પી. અને. ડી. ટી. એકટ હેઠળ કોર્ટ કેસ ચાલતો હતો. જેની કાર્યવાહી બાદ આરોપી ડી.કે. રામાણી રામાણી સર્જીકલ હોસ્પીટલ. ગાયત્રી મંદિર સામે આટકોટ રોડ જસદણને કોર્ટે ૧૮ માસની સજા અને ૨૫,૦૦૦/- રૂપીયાનો દંડ કર્યો છે.