Rajkot, તા. 20
15મી વિધાનસભાના રાજકોટ-69ના ધારાસભ્ય તરીકે ડો. દર્શિતા શાહને 2 વર્ષ પુર્ણ થયેલ છે. સતત લોકો વચ્ચે રહેવું જે ડો.દર્શિતા શાહનો અભિગમ રહ્યો છે. સાચી રજૂઆત લઈને આવેલ કોઈપણ વ્યક્તિ મારા કાર્યાલયથી નિરાશ થઈને ન જવો જોઈએ તેવા અભિગમ સાથે લોકોના નાનામાં નાના પ્રશ્ર્નો ઉકેલવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.તેઓ મહિલાઓ, દીવ્યાંગો અને પર્યાવરણલક્ષી પ્રશ્ર્નો અંગે ચિંતીત હોય છે.લોકોને સીધી સ્પર્શતી રજૂઆત જરૂર જણાયે સરકારશ્રીમાં પણ કરે છે.આ રજુઆતમાં તેઓને મહદ અંશે સફળતા પ્રાપ્ત થયેલ છે.જેથી જ તેઓ બહોળી લોક ચાહના અને લોક લાગણી ધરાવે છે.
ગુજરાતના પ્રથમ રાષ્ટ્રીય સેવક સંઘના પ્રાંત સંઘચાલક ડો.પી.વી.દોશીના તેઓ પુત્રી છે.રાષ્ટ્ર સેવિકા સમિતિના સભ્ય છે.તેઓ 2 ટમ પૂર્વ ડે. મેયર રહેલ તેમજ પૂર્વ શહેર સંગઠન મંત્રી,પ્રદેશ ડીબેટ ટીમ સભ્ય,પ્રદેશ મહિલા મોરચા સભ્ય,તથા પૂર્વ સ્ટે. કમિટી સભ્ય રહી ચુક્યા છે.બ્હેરા મૂંગા શાળા,જૈન સોશિયલ ગ્રુપ, આઇએમએ જેવી અનેકવિધ સંસ્થામાં સક્રિય હોદેદાર છે. તેઓ યુનીવર્સીટીના સેનેટ સભ્ય છે. વિધાનસભામાં ગ્રંથાલય અને હાજરી સમિતિના સભ્ય છે.આરોગ્ય વિભાગ ગાંધીનગર ખાતે સીઇએની સમિતિમાં, એનએમઓ અને શહેરી એકતા સમિતિમાં સભ્ય છે.રોગી કલ્યાણ સમિતિ અને જેલ સલાહકાર સમિતિના સભ્ય છે.
ધારાસભ્ય ડો.દર્શિતા શાહ 1,06,000 લીડથી ભવ્ય જીત સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને રહ્યા હતા. વિધાનસભાના સત્ર દરમિયાન લોકોના પ્રશ્ર્ન સંદર્ભ તેમજ રજુ થતા બીલ સંદર્ભ સક્રિય રજૂઆત કરેલ છે. બહેરા-મુંગા શાળા ના બાળકો સાથે પોતાના જન્મદિનની ઉજવણી,મનોદિવ્યાંગ બાળકો, અનાથ બાળકો તથા વૃધ્ધાશ્રમમાં મીઠાઈ, ભોજન, તથા ફ્રૂટ્સ વિતરણથી કરી સાદગીનું પ્રતિબિંબ આપેલ છે.
તેમજ સુક્ધયા સમૃદ્ધિ અંતર્ગત પોસ્ટ ઓફિસમાં પ્રથમ પ્રીમીયમ પોતે ભરી ખાતું ખોલાવી આપેલ.જુદી જુદી સંસ્થાઓ, સરકારના તથા અન્ય જુદા જુદા 3,000થી વધારે કાર્યક્રમો માં ગત 2વર્ષમાં હાજરી આપી હતી. સદસ્યતા નોંધણી અભિયાનમાં પણ તેઓ રાજયમાં ત્રીજા ક્રમે રહ્યા છે. સ્નેહમિલનમાં 1800થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ તંકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ અને શહેરના હોદ્દેદારો, તમામ શ્રેણીના કાર્યકરો, સમાજ શ્રેષ્ઠીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓનો તેમણે આભાર માન્યો છે.
ધારાસભ્યના સેવાના 7 સોપાન
(1) વિકાસ કામો : જુદા જુદા વોર્ડમાં પ્રાથમિક સુવિધા સહિત વિધાનસભા-69માં 800 કરોડના વિકાસ કામો, આરોગ્ય કેન્દ્ર, મણિયાર હોલ-જયુબીલી ગાર્ડન, આર્ટ ગેલેરીનું રીનોવેશન, ફુટબોલ-હોકી ગ્રાઉન્ડ માટે વ્યુઇંગ ગેલેરી, ડામર રોડના કામ, ડીઆઇ પાઇપલાઇન, ડો.દસ્તુર માર્ગના છેડે નવું નાલુ, કેેકેવી ચોકમાં સેક્ધડ લેવલ ફલાય ઓવર, અટલ સરોવર, નવા ટીપી રોડ, શ્રોફ રોડ લાયબ્રેરી રીનોવેશન વિગેરે.
(ર) આરોગ્ય અને શિક્ષણ : સંગીત-નૃત્ય અને મહાવિદ્યાલયના અટકેલ પરિણામ બાબતે સફળ રજુઆત, શાળા, હોસ્પિટલોના પ્રશ્ર્નોના નિરાકરણ, કુપોષિત બાળકોને દત્તક, ચોમાસામાં દર્દીઓની સારવાર માટે સૂચન, નવી આંગણવાડી, જીએમઇઆરએસની ફીને લઇને રજુઆત, સિવિલમાં એઆરઆઇ અને સીટી સ્કેન સુવિધા સહિતના હોસ્પિટલના અપગ્રેડેશન, કેથલેબ, નીટની પરીક્ષા વગેરે
(3) ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશન : રાજકોટ-દાહોદ બસમાં સ્લીપીંગ કોચ, રાજકોટ-અમદાવાદ ફલાઇટ, હિરાસર સુધી એ.સી. બસ, જુદા જુદા વિસ્તારમાં એસ.ટી. સુવિધામાં વધારો, મોટા ટ્રાફિક સર્કલો નાના કરવાના સૂચનથી મહદઅંશે ટ્રાફિક પ્રશ્ર્ન હલ, વંદે ભારત ટ્રેન, સલામતી માટે સીસીટીવી કેમેરા, જુદી જુદી ટ્રેન સુવિધા, આમ્રપાલી અંડરબ્રીજના વોક-વે પ્રશ્ર્નનો ઉકેલ.
(4) સ્વચ્છતા પર્યાવરણ જીવદયા :જીવિત પશુઓની નિકાસ બંધ, વૃક્ષારોપણ, માળા, રોપા અને કુંડા વિતરણ, ડસ્ટબીન વિતરણ, પાંજરાપોળ અને ગૌશાળામાં અનુદાન, વોંકળા સફાઇ વગેરે.
(પ) કેમ્પ : સરકારની જુદી જુદી યોજનાના લાભ, એઇમ્સના સહયોગથી મેગા સર્વરોગ નિદાન કેમ્પ, આયુષ્યમાન ભારત કેમ્પ, લોન યોજના કેમ્પ, રોજગાર મેળા, ચૂંટણી કાર્ડ કેમ્પ, 70 વર્ષ ઉપરના લોકો માટે કાર્યાલય પર દરરોજ કેમ્પ, આરટીઇ સુર્યઘર યોજના, ઇ-કેવાયસી વગેરે.
(6) કાર્યાલય : દરરોજ આયુષ્યમાન કાર્ડની સેવા, રાહત ફંડમાંથી બે કરોડથી વધુ સહાય પત્ર, 30 હજાર લોકોને કાર્યાલયનો લાભ, કાર્યાલય (મોટી ટાંકી પાસે) ખાતેથી આવકના દાખલા, ઓળખાણ, રેલવે વીઆઇપી પત્ર.
(7) વિવિધ રજુઆતો : રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા માટે ફોર્મની મુદ્દતમાં વધારો, હા.બોર્ડના કવાર્ટર ધારકોને પેનલ્ટી માફી, કલેકટર, પોલીસ, મામલતદાર, કોર્પોરેશન, સિવિક સેન્ટર, પુરવઠા, પીજીવીસીએલના લોકોના પ્રશ્ર્નો માટે સંકલન, શકિત કેન્દ્ર, જીપીએસસીના પરિપત્રમાં સુધારો, અશાંતધારાના કડક અમલીકરણ, ધર્મસ્થળોને કરમુકિત, નશાના દુષણ સામે જાગૃતિ, હેરીટેજની જાળવણી, વિવિધ રમત ગમત પ્રવૃત્તિ, જૈન ઉપાશ્રય પ્રશ્ર્ને સફળ રજુઆત વગેરે.