આવતીકાલે ૨૦ ઓકટોબરના વિજયાદશમીનો તહેવાર
અસત્ય ઉપર હંમેશા સત્યનો વિજય થાય છે તે કથા દર્શાવતા હિન્દુધર્મના પુરાણોની અનેક વિરતાભરી સત્યના વિજયની ગાથાઓનો દિવસ એટલે વિજયાદશમી.
Rajkot શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની એક સંયુકત અખબારી યાદીમા જણાવાયેલ છે કે આવતીકાલે તા. ર૦ ઓકટોબરને, મંગળવારના રોજ વિજયાદશમીનો તહેવારની શહેરીજનોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આજના દિવસનું મહત્વ આદિકાળથી ચાલી આવતા દેવો અને અસુરો વચ્ચેના સંગ્રામની કથાઓ વર્ણવવામાં આવે છે.
જેમાં દેવો એટલે કે સત્યનો વિજય હંમેશા અસુરો પર એટલે કે અસત્ય ઉપર થાય છે. હિન્દુ પુરાણોમાં આવતાં અસુરો મહિષાસુર, શુંભ નિશુંભ, રકતબીજ જેવા અસુરો સાથે દેવીના નવરાત્રીના પ્રથમ દિવસથી અસુરો સાથે યુધ્ધ શરૂ થયું હતું, અને દશમાં દિવસે એટલે કે તમામ અસુરોનો દેવીએ નાશ કર્યો હતો, અને તે દિવસની ઉજવણી દેવોએ વિજયનો દિવસ એટલે કે વિજયાદશમી તરીકે ભારત દેશમાં પ્રચલિત થયો હતો. આ દિવસે દેવોના રાજા ઇન્દ્રે દધીચિ ઋષિના હાડકાંના સસ્ત્ર બનાવી અસુર દૈત્ય વૃત્રાસુરનો નાશ કર્યો હતો. વિજયાદશમીએ ભગવાન રામે અસુર રાજા રાવણનો નાશ કરવા માટે યુધ્ધ માટે પ્રયાણ કરેલું હતું,
વધુમાં જણાવતાં કહ્યુ હતુ કે વર્તમાન સમયમાં દેશમાં ચાલી રહેલાં અસત્યને પ્રોત્સાહન આપતાં ભષ્ટ્રાચાર, દગાખોરી, ગરીબ પ્રજાનું શોષણ, આતંકવાદ અસુરને દેશમાં રહીને મદદરૂપ થવા જેવી ગદ્દારી જેવા દુષણ ઉપર હંમેશા સત્ય અને ધર્મના માર્ગૅ ચાલનારી પ્રજાજનનો વિજય થાય તે માટે દરેક ક્ષેત્ર વર્ગ પૂજા પાઠ કરે છે. આજના દિવસે ક્ષત્રિયો શસ્ત્રોની પૂજા, કારીગરો તેમના ઓજારોની પૂજા, વાહનની પુજા વિગેરે કરતાં હોય છે. વિજયાદશમી એ વણજોયતું મુહૂર્ત કહેવાતું હોય આજના દિવસે વાહન ખરીદી તેમજ નવા કામની શુભ શરૂઆત કરતાં હોય છે, અને લોકો મીઠાઇ વહેંચી અસત્ય ઉપર હંમેશા સત્યનો વિજય થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે.

