Upleta તા. 25
ફાયર બ્રાન્ડ નેતા લગભગ એક દાયકા બાદ ઉપલેટા શહેરમાં આવતીકાલે આવી રહ્યા છે ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સમગ્ર દેશમાં ફાયર બ્રાન્ડ નેતા ની છાપ ધરાવતા હિન્દુ રાષ્ટ્રવાદના હિમાયતી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને વર્તમાન પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયા લગભગ એક દાયકા બાદ ઉપલેટા શહેરમાં આવી રહ્યા હોય ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે સવારે 10 વાગે તેઓ જુનાગઢ થી ઉપલેટા આવી પહોંચશે તેઓ જુના કાર્યકરો સાથે વિચાર ગોષ્ઠી કરશે અને પરિવારના સભ્યોના ખબર અંતર પૂછશે અને અનુકૂળતાએ તેઓ ઉપલેટા થી રાજકોટ જવા રવાના થશે કોઈ રાજકીય કે ધાર્મિક કાર્યક્રમો ના હોવા છતાં તેઓ ઉપલેટામાં આવતીકાલે આવી રહ્યા છે ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.