Mumbai,તા.10
અજય દેવગણની ‘દ્રશ્યમ થ્રી’નું ટીઝર મૂળ મલયાલમ સર્જકો સાથે એડેપ્શન કરારના વિવાદના કારણે અટક્યું હોવાનું કહેવાય છે.
અજય દેવગણ આ ટીઝર તા. બીજી ઓક્ટોબરે રીલિઝ કરવાનો હતો. જોકે, અગાઉ મોહનલાલે ઓરિજિનલ મલયાલમ ફિલ્મ વિશે જાહેરાત કરી ત્યારે અજય દેવગણે પણ આગામી વર્ષે બીજી ઓક્ટોબરે આ ફિલ્મની રીલિઝની જાહેરાત કરી હતી. તેના કારણે મલયાલમ સર્જકો નારાજ થયા હતા. તેમના મતે ફિલ્મના એડેપ્શન રાઈટ્સના કરાર મુજબ મલયાલમ નિર્માતાની પૂર્વમંજૂરી વિના હિંદી રીમેકને લગતી કોઈ આગોતરી જાહેરાત કરી શકાય નહિ.
હાલ મલયાલમ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે જ્યારે કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓના કારણે હિંદી વર્ઝનનું શૂટિંગ બે મહિના મોડું શરુ થશે એવી ચર્ચા છે.