768 બોટલ દારૂ કાર અને મોબાઈલ મળી 6.22 લાખનું મુદ્દામાલ કબજે, બે ફરાર
Manavadar,તા.19
બુટલેગરો અને દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે બાજ નજર રાખી છે, ત્યારે માણાવદર, પોલીસે દરોડો પાડી રૂપિયા બે લાખની કિંમતને 768 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી દારૂ મોબાઈલ અને કાર મળી રૂપિયા 6.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે નાસી સુટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.વધુ વિગત મુજબ માણાવદર વેળવા રોડ.પર જુની કલેજ સામે કારની તલાસી લેતા માણાવદરના ગાયત્રી મંદીર વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે યુવી તરૂણભાઈ રાવલની પોતાના હવાલાની કાર નં. જી.જે. ૦૬ એફ કે. ६००४ માથી રૂ.૨,૦૨,૭૫૨ ની કિંમતની ભારતીય ૭ બનાવટના વિદેશી દારૂની પેટી નંગ ૧૬ મળી આવતાપોલીસે દારૂનો જથ્થો તથા મોબાઈલ ફોન- ૧ તેમજ કાર મળી કુલ રૂ. ૬,૨૨,૭૫૨ નો મુદામાલ જપ્ત કરી, દારૂની હેરાફેરી કરતા હિતેન ઉર્ફે યુવી રાવલને પકડી પાડયો હતો. પોલીસ તપાસ દરમિયાનહિતેન ઉર્ફે યુવી રાવલ (ઉ.વ.૨૬) તથા લખન ઉર્ફે લખો અરજણભાઇ ઇછુડા તથા સોહીલ ઉર્ફે બાપુડી સાદીકમીયા કાદરીએ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા હિતેન ઉર્ફે યુવી તરૂણભાઈ રાવલની સાથે લખન ઉર્ફે લખોઅરજણભાઇ ઇછુડા તથા સોહીલ ઉર્ફે બાપુડી સાદીકમીયા કાદરી સામે પણ ગુન્હો નોંધી, હાજર નહીં મળી આવેલા લખન ઉર્ફે લખો તથા સોહીલ ઉર્ફે બાપુડીને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.