Rajkot,તા.22
કુવાડવા ગામે રાધે હોટલ પાસે ટ્રાવેલ્સના ધંધાની હરીફાઈમાં બસને આંતરી ડ્રાઈવર-ક્લીનર પર હુમલો કરી બસમાં તોડફોડ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. અમદાવાદ ઇસ્કોન પાસે બસ નહીં ઉભી રાખવાનું કહીં દ્વારકાધીશ ટ્રાવેલ્સના ચાર શખ્સોએ આદેશ ટ્રાવેલ્સના ડ્રાઈવર-ક્લીનરને પાઈપથી ફટકારી બસમાં તોડફોડ કરી હતી.બનાવ અંગે જામજોધપુરના મોટા વડીયા ગામમાં રહેતાં ભીખનભાઈ રમેશભાઈ કરંગીયા (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દ્વારકાધીશ ટ્રાવેલ્સના ચાર અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ આદેશ ટ્રાવેલ્સ જે દરરોજ જામજોધપુરથી ગાંધીનગર ચાલતી હોય તેમાં ડ્રાઇવીગ કરે છે. જે ટ્રાવેલ્સના નં. જીજે-03-બીઝેડ-8988 છે.
ગઇ તા. ૧૯/૦૫/૨૦૨૫ ના રાત્રીના દશ વાગ્યે તેઓ અને ક્લીનર ઈરફાનભાઈ આદેશ ટ્રાવેલ્સની બસ લઈને જામજોધપુરથી પેસેન્જર ભરી ગાંધીનગર ગયેલ હતા. ગઈકાલે તેઓ ગાંધીનગર બસમાં સુતા હતા ત્યારે ક્લીનર પાસે ટ્રાવેલ્સનો મોબાઇલ ફોન હોય જેમાં દ્વારકાધીશ ટ્રાવેલ્સના માલિક રણછોડભાઇ સભાડનો ફોન આવેલ કે, તમે અમદાવાદ ઇસ્કોન ખાતે બપોરના એક વાગ્યે તમારી બસ ન લગાડતા અને ભપોરના ૦૧/૨૦ પછી તમારી બસ ત્યાં લગાડજો અને તમારા શેઠ સુનીલભાઇને કહેવુ હોય તો કહી દેજો અમારા બસના ડ્રાઇવર તેમજ કલીનર ખરાબ મગજના છે પછી ખોટી માથાકુટ થાય તો કહેતા નહીં. બીજા ત્રણ માણસોએ બસના આગળના કાચમા તેમજ ડ્રાઇવરની કેબીનનો દરવાજા, કલીનર સાઇડના દરવાજા ઉપર લોખંડના પાઈપ મારી કાચ તોડી નાંખી તેમજ ચારેય શખ્સો કલીનર સાઈડનો દરવાજો ખોલી બસની અંદર આવી ડ્રાઈવર તથા કલીનરને આપી એક શખ્સ કહેતો હતો કે તમને અમદાવાદથી એક વાગ્યા પછી બસ ઉપાડવાનુ કહેલ હતુ, છતા પણ કેમ એક વાગ્યે બસ લગાડેલ હતી. કાલે પણ તમારી બસને આવી રીતે રોકીને તોડફોડ કરીશુ અને ગમે તે ડ્રાઇવર હશે તેઓને માર મારીશું તેમ કહીં આરોપીઓ કારમા નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી હુમલાખોર અજાણ્યાં શખ્સોની શોધખોળ આદરી છે.