Morbi,તા.09
પાડધરા ગામ નજીક બાઈક ચાલક યુવાને કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું અને સ્લીપ થઈને રોડ નીચે ઉતરી જતા ગંભીર ઈજા પહોંચતા સારવારમાં યુવાનનું મોત થયું હતું
વાંકાનેરના માટેલ ગામે રહેતા હરેશ બેચરભાઈ ધેણોજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો ભાઈ રાહુલ બેચર ઘેણોજા (ઉ.વ.૨૬) વાળો ગત તા. ૦૭ ના રોજ રાત્રીના પોતાનું બાઈક લઈને પાડધરા મક્તાનપર રોડ પરથી જતો હતો અને કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા રોડ સાઈડમાં ઉતરી જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે