શ્રમજીવી યુવાનના અકાળે મોતથી ચાર બાળકો એ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં ગમગીની
Jetpur,તા.28
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધોરીમાર્ગો પર પશુઓના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતમાં વધુ એકનો ઉમેરો થયો હોય તેમ જેતપુરના બોરડી સમઢીયાળા ગામ પાસે ઢોર આડે ઉતરતા મોટર સાયકલ સ્લીપ થવાના બનાવમાં બોર્ડની સમઢીયાળા ના યુવાનનું મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના બોરડી સમઢીયાળા ગામે રહેતા રમેશભાઈ કલમસિંઘ મૌર્ય ૩૫ તારીખ ૨૪ ના રોજ રાત્રે ૯ બજારમાં જઈ ઘર તરફ આવતા હતા ત્યારે રસ્તા ઉપર અંધારામાં અચાનક ઢોર આડે ઉતરતા મોટર સાયકલ સ્લીપ થઈ ગઈ હતી અને રમેશ મોરીયા ને ગંભીર ઇજા થતાં તાત્કાલિક જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રમેશ ની તબિયત વધુ નાજુક જણાતા જુનાગઢ સિવિલ હોસ્પિટલ માંથી તેને રાજકોટ રીફર કરવામાં આવતા સારવાર દરમિયાન દરમિયાન મોડી રાતે તેનુંમોત નિપજ્યું હતું ગાડીના કારખાનામાં કામ કરતા રમેશ બનાવના દિવસે બજારમાંથી ખરીદી કરીને ઘેર આવતો હતો રમેશ છ ભાઈ અને એક બહેનમાં ત્રીજા નંબરનો હતો સંતાનમાં બે દીકરા અને બે દીકરી ધરાવતા રમેશના મોત થી ચાર સંતાનોએ પિતાની છાયા ગુમાવતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી