Kodinar,તા.11
કોડીનાર શહેરમાં ડિવાઇડર સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા રોડનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. વધુ વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં રહેતા પુનાભાઈ ઝીણાભાઈ મોરાસીયા નામના 56 વર્ષીય આધેડ પોતાનું બાઈક લઈને શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલા પુનાભાઈને પ્રથમ કોડીનાર પ્રાથમિક સારવાર આપી બાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની જાણ પોલીસને થતા મૃતદેહને દેને પીએમ અર્થે ખસેડી કાગળો કરી પ્રાથમિક તપાસમાં મૃતક પુનાભાઈ ને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે પોતે કડિયા કામ કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા. આ બનાવતી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે

