Mumbai તા.8
મુંબઈમાં કોસ્ટલ રોડ પર પુરઝડપે જતી કાર અચાનક રેલીંગ તોડીને 30 ફુટ નીચે સમુદ્રમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કાર લહેરોમાં તણાઈ ગઈ હતી. પરંતુ ડ્રાઈવરને રેસ્કયુ ટીમે જીવને જોખમમાં નાખીને બચાવી લીધો હતો.
અકસ્માતનું કારણ હજુ બહાર નથી આવ્યું પણ પોલીસને શંકા છે કે ડ્રાઈવર નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસે ડ્રાઈવરના લોહીના નમુના લઈને તપાસ માટે મોકલ્યા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રાઈવરે કાર પર નિયંત્રણ ખોઈ દીધું હતું અને કાર ડિવાઈડર સાથે ટકરાઈ રેલીંગ તોડી 30 ફુટ ઉપરથી સમુદ્રમાં ખાબકી હતી.