Rajkot,તા.06
ભારત સહિત સમગ્ર વિશ્વમાં મેલેરિયા પર નિયંત્રણ લાવીને આ રોગને કાયમી જાકારો આપવાના ધ્યેય સાથે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જારી કરેલા રિપોર્ટ મૂજબ એક તરફ મેલેરિયા નિયંત્રણ માટેની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે એન્ટી મેલેરિયલ ડ્રગ્ઝના રેઝિસ્ટન્ટ (દવાની પૂરતી અસર ન થવી) મુદ્દે ચિંતા વ્યક્ત થઈ છે.
ગત વર્ષ ઈ.સ. 2024માં મેલેરિયાના 28.20 કરોડ કેસો નોંધાયા છે જે ગત વર્ષ ઈ. 2023 કરતા 90 લાખ વધારે છે, એટલે કે 3 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ઈ.સ. 2023માં 5.98 લાખ લોકોના મેલેરિયાથી મૃત્યુ (મેલેરિયા પી.એફ. વધુ જીવલેણ નિવડી શકે છે) સામે ગત વર્ષે આંક વધીને 6.10 લાખ થયો છે. જો કે મોટાભાગના કેસો આફ્રીકામાં નોંધાયા છે અને મૃત્યુ પામનારામાં બાળકો વધારે છે.

