ક્રાઈમ બ્રાન્ચે તૈયાર કરેલ પાસાની દરખાસ્ત ને પોલીસ કમિશનરની મંજૂરીની મહોર
Rajkot,તા.27
રાજકોટ શહેર સામાજિક તત્વો પર આકરી કાર્યવાહીના આદેશોના પગલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોરી અને વાહન ચોરીના બનાવવામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અનિલ ઉર્ફે કાળીયો કાકુભાઈ ભોણીયા દેવીપુજક ૩૫ રહે રેફુજી કોલોની વાળા સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
કાળીયા સામેની ક્રાઈમ બ્રાન્ચની ભાષાની દરખાસ્ત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ મંજુર કરતા તાત્કાલિક અસરથી બજવણી કરી અનિલને મહેસાણા જેલમાં મોકલી દેવાયો હતો.આ કામગીરી માં ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમઆર ગોંડલીયા એમ.એલ ડામોર ,પીએસઆઈ ચુડાસમા અને ટીમના ભરતભાઈ વનાણી, કનકસિંહ સોલંકી ,ચેતનસિંહ ગોહિલ ,ઉમેશભાઈ ચાવડા, ગીરીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ફતેપુરા, દીપકભાઈ ડાંગર, પોપટભાઈ હકાભાઇ ,અનુજભાઈ ભાનુભાઈ, પીસીબી શાખાના રાજુભાઈ દેહકવાલ ,ઈન્દ્રજીતસિંહ સિસોદિયા ,રાહુલ ગીરી એ કામગીરી કરી હતી