Vadodara Drink and Drive
વડોદરામાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ પાર્ક અકસ્માતના ઉપરા છાપરી બનાવો બની રહ્યા હોવા છતાં હજી પણ વાહનચાલકો નશામાં ચૂર થઈ વાહનો હાંકી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે.
કારેલીબાગમાં આઠ જણાને અડફેટમાં લેનાર રક્ષિત ચોરસિયાના કિસ્સા બાદ બે દિવસ પહેલા રાજપીપળાના પીએસઆઇ પીધેલી હાલતમાં બેથી ત્રણ વાહનને અકસ્માત કર્યા બાદ પકડાઈ ગયા હોવાનો છાણી વિસ્તારમાં બનાવ બન્યો હતો.
પોલીસ દ્વારા પીધેલા વાહન ચાલકોને પકડવા માટે નાકાબંધી કરી તપાસ કરવામાં આવી રહી છે તે દરમિયાન ગઈ રાતે અકોટા સ્ટેડિયમ પાસે વધુ એક કાર ચાલક નશામાં ચૂર હાલતમાં પકડાયો હતો. પોલીસે ગુરુપ્રસાદ સોસાયટીના ગેટ પાસેથી ફુલ સ્પીડે અને વાંકી ચૂકી કાર ચલાવી પસાર થઈ રહેલા મનોજ કુમાર રાજેન્દ્ર ગિરિરાજ (ગીરીરાજ ગ્રીન્સ,આજવા ચોકડી મૂળ તામિલનાડુ) ને ઝડપી પાડ્યો હતો. તેની સાથે અજય શ્રી ધર્મચંદ શર્મા (નિવાસ ગેસ્ટ હાઉસ વાસણા ભાયલી રોડ મૂળ પંજાબ) પણ પકડાઈ ગયો હતો. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.