Dubai,તા.16
દુબઈમાં રહેતા કેટલાક ભારતીય અબજોપતિઓ પોતાનાં વિશાળ ઘરો, મોંઘીદાટ કાર અને લકઝુરીયસ સંપતિઓનું પ્રદર્શન કરતા હોય છે. આવા જ બલવિન્દર સાહની નામના એક અબજોપતિએ કારની નંબર-પ્લેટ માટે બેહિસાબ પૈસા ખર્ચ્યા છે.
બલવિન્દરે પોતાની રોલ્સ-રોયસ કાર માટે એક ફેન્સી નંબર-પ્લેટ ખરીદવા માટે 76 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એવું નથી કે આ તેમની પહેલી રોલ્સ-રોયસ છે. તેમના ઘરના ગેરેજમાં પાંચ રોલ્સ-રોયસ કાર છે અને એ દરેક નંબર વીઆઈપી છે.
આ નવી કાર માટે ‘ડી-5’ નંબર મળે એ માટે બલવિન્દરે 78 કરોડ ચૂકવ્યા હતા. આ ઉપરાંત તેની પાસે 1 નંબરની નંબર પ્લેટ પણ છે જે મર્સીડીઝ-બેન્ઝ પર છે. આ ઉપરાંત તેઓ 27, 49 અને 48 નંબરવાળી કાર પણ ધરાવે છે.