Amreli તા.6
અમરેલી નગરપાલિકામાં ઇમ્પેક્ટ કાયદાના કારણે અનેક લોકોએ ઉચ્ચા વ્યાજ દરની પ્રાઇવેટ બેંકો માંથી લોન લેવા ફરજ પડી હતી. અમરેલી નગરપાલિકામાં જુના બાંધકામ નિયમિત કરાવવા ઇમ્પેક્ટ કાયદો અમલમાં છે.
પરંતુ આ કાયદામાં વિસંગતતાના કારણે સાંકડી શેરી ગલીના કારણે ઇમ્પેક્ટ કાયદાનો પૂરતા પ્રમાણમાં લોકોને લાભ મળતો નથી. અને રજા ચિઠ્ઠી ન હોવાના કારણે સરકારી બેંકોમાંથી લોન ન મળતા અંદાજે સવાસો જેટલા લોકોએ એક વર્ષમાં પ્રાઇવેટ બેંકોમાંથી ઉંચા વ્યાજ દરે 14 થી 16 ટકા હાઉસિંગ લોન લઈ મકાનોની ખરીદી કરી છે.
જો ઇમ્પેક્ટ કાયદામાં દાયકા જુના મકાનો સાંકડી શેરી અને રસ્તાનો સમાવેશ કરી દંડ લઇ ઇમ્પેક્ટ રજા ચિઠ્ઠી ફાળવી દે તો હજારો સામાન્ય મકાન ધારકો સરકારી બેન્કમાંથી સાતથી આઠ ટકા જેવા નજીવા વ્યાજ દરે લોન મેળવી શકે તેવી માંગ ઉઠવા પામી છે




