London તા.18
મધ્યપુર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે ગ્લોબલ એર ટ્રાફીક અસ્તવ્યસ્ત થઈ ગયો છે અને હાલ અન્ય રૂટ પર જે રીતે વિમાનોને ઉડવાની ફરજ પડે છે તેના કારણે હાલ ત્રણ સ્થળો નો-ફલાય ઝોન તરીકે જાહેર થયા છે અને ફલાઈટ રડારે એક તસ્વીર શેર કરી છે.
જેમાં ગ્લોબલ એર ટ્રાફિક હાલ જે એર રૂટ ખુલ્લા છે ત્યાં વિમાનોની જબરી ભીડ સર્જાઈ ગઈ હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ઈરાન-યુક્રેન અને તિબેટ નો-ફલાય ઝોનમાં આવ્યા છે તો ભારત-યુરોપ અને ચીન તથા અમેરિકાના આકાશમાં વિમાનોની ભીડ સર્જાઈ છે.