Morbi,તા.09
નવા સાદુળકા નજીકથી બે ભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે ડમ્પર ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં નાણા ભાઈને ઈજા પહોંચી છે તો મોટા ભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબીના દાદાશ્રીનગર ગામે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ બગથરીયા (ઉ.વ.૨૯) વાળાએ ડમ્પર ટ્રક જીજે ૩૬ વી ૪૮૪૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ નવા સાદુળકા ગામની સીમ પાસે મોરબી માળિયા હૈયાવે પરથી ફરિયાદી અને તેના મોટા ભાઈ નીલેશભાઈ રમેશભાઈ બગથરીયા બંને બાઈક જીજે ૧૦ એબી ૦૨૧૫ લઈને જતા હતા બાઈક નીલેશભાઈ ચલાવતા હતા અને ટ્રક ડમ્પર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી ચિરાગભાઈને ઈજા પહોંચી હતી અને બાઈક ચાલક મોટાભાઈ નીલેશભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાળું પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે