Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    • વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી
    • ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu
    • બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે
    • ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ
    • World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Dwarka માં ફરી મેઘતાંડવ: કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો
    ગુજરાત

    Dwarka માં ફરી મેઘતાંડવ: કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dwarka, તા,22

    રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાથી આખો વિસ્તારો પાણીમાં ડૂબ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ, રાજ્યમાં બપોરના 12  વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચાલો જાણીએ કયા વિસ્તારોમાં કેવો છે વરસાદી માહોલ.

    દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ

    રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, સુરત, વલસાડ, પોરબંદર સહિતના વિસ્તારોમાં બે ઈંચથી 11 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં છ ઈંચ, માળીયા હાટીનામાં પાંચ ઈંચ અને વિસાવદરમાં ચાર ઈંચ, રાજકોટના ઉપલેટા અને ગીર સોમનાથના ગીર ગઢડામાં પાંચ ઈંચ, સુરતના પલસાણામાં પોણા ચાર ઈંચ અને કામરેજ, ઉમરપાડા, બારડોલીમાં ત્રણ ઈંચ, પોરબંદરના રાણાવાવ અને કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ, વલસાડના વાપીમાં ત્રણ ઈંચ અને કપરાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જૂનાગઢના અમુક શહેરો સહિત અન્ય 87 તાલુકામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

    રેડ એલર્ટ 

    રાજ્યમાં આગામી દિવસોને લઈને હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, અમેરલી, નર્મદા, ગીર સોમનાથ, ભરુચ, સુરત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    ઓરેન્જ એલર્ટ 

    હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, બોટાદ અને દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    યલો એલર્ટ 

    રાજ્યના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં ભારે વરસાદને પગલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

    23 જુલાઈના દિવસની આગાહી

    આ દિવસે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. આ સિવાયના રાજ્યના 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.

    24-25 જુલાઈના દિવસની આગાહી

    રાજ્યમાં આગામી બે દિવત રાજ્યમાં અતિભારે આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત,  તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌષ્ટ્રાના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે.

    Dwarka IMD Kalyanpur Rain-In-Gujarat. Heavy-Rain Saurashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    રાજકોટ

    અમિત શાહ, CM,રાજ્યપાલ, જે.પી.નડ્ડા, પાટીલ બપોરે Rajkot પહોંચશે : બે કલાકનું રોકાણ

    June 16, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.