Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025

    Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત

    July 5, 2025

    Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    • Dhoraji પોલીસે બિનવારસી બાઈકના માલિક શોધી બાઈક પરત અપાવ્યું
    • Gondal નજીક દસ મહિના પહેલા ચોરેલા બાઈક સાથે તસ્કર ઝડપાયો
    • Rajkot: દીકરીના ઘરે આટો મારી પરત ફરતા પ્રૌઢાએ અકસ્માત નડ્યો
    • Rajkot: જુગાર રમતા કારખાનેદાર સહિત ત્રણ ઝડપાયા
    • Trinidad and Tobago પછી પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર
    સૌરાષ્ટ્ર

    Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    Vikram RavalBy Vikram RavalJuly 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dwaraka,તા.05

    રાજ્યમાં હાલ પૂરજોશમાં ચોમાસું જામ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. આજે વહેલી સવારથી મેઘરાજા મનમૂકીએને વરસી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાની ગલીઓમાં જાણે નદીઓ વહી રહી હોય એવા દ્વશ્યો નજરે પડી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરની સીડીઓ પર ખળખળ વરસાદી પાણી વહી રહ્યા છે.

    અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો વલસાડના કપરાડામાં 3.5 ઇંચ, ધરમપુરમાં 3.46, દ્વારકાના કલ્યાણપુરમાં 3.43 ઇંચ, તાપીના વ્યારામાં 3.35 ઇંચ, ડાંગ-આહવામાં 3.11 ઇંચ અને તાપીના સોનગઢમાં 3.07 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 13 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ, જ્યારે 10 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે.

    હવામાન વિભાગની આગાહી

    ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે.

    હવામાન વિભાગ અનુસાર, શનિવારે (પાંચમી જુલાઈ) ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.

    છઠ્ઠી અને સાતમી જુલાઈની આગાહી

    રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

    આઠમીથી 10મી જુલાઈની આગાહી

    આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

    4.45 inches of rain Dwarka Heavy-Rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત

    July 5, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji પોલીસે બિનવારસી બાઈકના માલિક શોધી બાઈક પરત અપાવ્યું

    July 5, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal નજીક દસ મહિના પહેલા ચોરેલા બાઈક સાથે તસ્કર ઝડપાયો

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Trinidad and Tobago પછી પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું

    July 5, 2025
    અન્ય રાજ્યો

    20 વર્ષ બાદ Uddhav and Raj Thackeray એક મંચ પર

    July 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025

    Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત

    July 5, 2025

    Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ

    July 5, 2025

    Dhoraji પોલીસે બિનવારસી બાઈકના માલિક શોધી બાઈક પરત અપાવ્યું

    July 5, 2025

    Gondal નજીક દસ મહિના પહેલા ચોરેલા બાઈક સાથે તસ્કર ઝડપાયો

    July 5, 2025

    Rajkot: દીકરીના ઘરે આટો મારી પરત ફરતા પ્રૌઢાએ અકસ્માત નડ્યો

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025

    Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત

    July 5, 2025

    Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.