શહેરમાં રહેતા દંપતી વચ્ચે ચાલતી ઘર કંકાસની તકરારમાં પત્નીએ પોતના અને સગીર પુત્રના ભરણપોષણ મેળવવા ફેમલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ઉલટ તપાસમાં પત્ની નોકરી કરતી હોવાનું સામે આવતા અદાલતે પત્નીની અરજી ફગાવી દઈ પતિને સગીર પુત્રને માસિક રૂપિયા ૩૦૦૦ ભરણપોષણ પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.શહેરનારેલનગરમાં રહેતા વિમલભાઈના લગ્ન ૨૦૦૭માં સંગીતાબેન સાથે થયા હતા. લગ્ન જીવનથી સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો.લગ્નના થોડક સમય બાદ પરણિતા સાસરિયાઓ સાથે ઝઘડાઓ કરતી અને ઘરનું કામકાજ પણ ન કરતા હોય તેમજ પોતે નોકરી કરતા હોય ત્યારે ઘરે મોડેથી આવતા હોય જેથી પતિએ આ બાબતે પૂછતાં ” મારે જયારે આવું હશે ત્યારે આવીશ’ એવો જવાબ દેતા હતા. પતિ સમજવતાં મારે તારી સાથે લગ્ન કરવા જ ન હતા આતો હું મારા માં-બાપને ના પાડી શકી નહિ. તેવું કહીને પતિને અપમાનિત કરતા હતા બાદ બાળકની સારસંભાળ રાખવા બાબતે પણ ઘરમાં ઝઘડો થતાં હતા. પરણિતા પતિ સાથે વારંવાર નાની વાતમાં ઝઘડાઓ કરી માવતર રિસામણે જતી રહી હતી. પરિવારજનોની સમાધાન કરી દંપતી અલગ રહેવા જતાં રહ્યા હોય ત્યારે અહીં પણ જે બાદ તેણીએ પતિ સામે પોતાનું અને ભરણપોષણ મેળવવા અંગે ફેમેલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી અદાલતમાં ચાલવા પર આવતા તેમાં બંને પક્ષોની રજૂઆત બાદ પતિના એડવોકેટ અજયસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલો તેમજ દસ્તાવેજી પુરાવામા ઉલટ તપાસમાં સંગીતાબેન નોકરી કરતાં હોવાનું સામે આવતાં અને ના હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે પત્નીની કલમ 144 હેઠળ ની ભરણપોષણ મેળવવાની અરજી ફગાવી દીધી છે. જ્યારે માસુમ પુત્રને માસિક 3000 પોષણ પેટે નિયમિત ચૂકવવા આદેશ પિતાને હુકમ કરેલ છે. આ કેસમાં સામેવાળા વિમલ રમેશભાઈ પરમાર વતી એડવોકેટ તરીકે અજયસિંહ ચૌહાણ, ડીનીશ મહેતા અને તુષાર ભલસોડ રોકાયા હતા.
Trending
- ભારતને જીતવા માટે ચમત્કારની જરૂર પડશે, અંતિમ દિવસે ૫૨૨ રનની જરૂર છે
- Actress Celina Jaitley એ તેના પતિ, પીટર હોગ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો
- દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો, Supreme Court
- PM Modi એ અભિજીત મૂહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજા ફરકાવી
- Russia and Ukraine વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુદ્ધનો અંત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
- સંબંધોમાં પરિવર્તનનો સમય દેખાઈ રહ્યો છે, Canadian PM Mark Carney આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે
- હરાજીમાં KKR પાસે સૌથી વધુ પૈસા છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ દોડમાં છે
- પાકિસ્તાને પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો, થોડા દિવસોમાં આ અનુભવી ખેલાડી પરનો આજીવન પ્રતિબંધ હટાવ્યો

