Bhutan, તા.9
ભૂતાનમાં આજે વહેલી સવારે 4-29 વાગ્યે ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા. રિકયર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ હતી. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ભૂતાનમાં આજે વહેલી સવારે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનસીએસ)એ જણાવ્યું હતું કે આ ઝટકો સવારે 4-29 વાગ્યે આવ્યો હતો. ભૂકંપની ઉંડાઈ માત્ર 5 કિલોમીટર હતી, જેથી આફટર શોકની સંભાવના બની છે.
આ ભૂકંપની કોઈ જાનહાની કે નુકશાનના હજુ અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ 8 સપ્ટેમ્બરે ભૂતાનમાં બે ભૂકંપ આવ્યા હતા. જેમાં એક 2.8ની તીવ્રતાનો અને બીજો 4.2ની તીવ્રતાનો હતો.