New Delhi,તા.21
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતા અને તેના આસપાસના અનેક વિસ્તારો આજે સવારે 5.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો લાગ્યો છે અને આ ભૂકંપનું ભૂમિબીંદુ બાંગ્લાદેશમાં હોવાનું જાહેર થયું છે.
અમેરીકી એજન્સીના જણાવ્યા મુજબ બાંગ્લાદેશના નરસિંગેડીમાં આજે સવારે 10.08 મીનીટે 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો લાગ્યો છે અને તેની અસર સાથે જોડાયેલા પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં થઈ છે અને કોલકતામાં ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘરની બહાર નીકળી ગયા હતા .
સવારે ઓફીસ સહિતના વિસ્તારોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો લગભગ 17 સેકન્ડ સુધી આ ભૂકંપના આંચકા ચાલુ રહ્યા છે. જર્મન રીસર્ચ સેન્ટરની માહિતી મુજબ બાંગલાદેશમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો લાગ્યો છે.
આ સાથે પાકિસ્તાનમાં પણ 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જાહેર થયું છે અને તેથી આ ભૂકંપની અસર વ્યાપક હોવાનું માનવામાં આવે છે. હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.

