Assam,તા.27
ગઈકાલે મધરાત્રે 2-25 કલાકે આસામનાં મોટીગાંવમાં 5 રિકટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની અસર આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને દિલ્હી એનસીઆર સુધી અનુભવાઈ હતી. ગુવાહાટી, નગાંવ અને તેજપુરમાં ભારે ઝટકાથી લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ)ના અનુસાર ભુકંપનું કેન્દ્ર મોરીગાંવ હતું અને ઉંડાઈ 16 કિલોમીટર હતું. અડધી રાત્રે અચાનક ભૂકંપથી લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા.
ગુવાહાટી, નગાંવ, તેજપુરમાં ઝટકા વધુ ભારે હતા. તો કયાંક હળવા આંચકા હતા જોકે હજુ સુધી કોઈ મોટા નુકશાન કે જાનહાનીનાં ખબર નથી. ભૂકંપની સૌથી વધુ અસર આસામમાં જોવા મળી હતી સોશ્યંલ મિડીયા પર અનેક યુઝર્સે લખ્યું કંપન એટલુ જબરજસ્ત હતું કે પંખા અને બારીઓ હલવા લાગ્યા હતા.
ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર સુધી પહોંચી હતી. દિલ્હી અને આસપાસના અનેક વિસ્તારો નોઈડા, ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં પણ ભૂકંપના હળવા આંચકા આવ્યા હતા. જોકે કંપન વધુ તીવ્ર નહોતું. એટલે મોટા ભાગના લોકો અનુભવી ન શકયા.
ભૂકંપ બાદ સોશ્યલ મિડિયામાં લોકોએ લખ્યું ખુબ જ ડરામણું હું ગભરાઈને ઉઠી ગયો તો કોઈએ તેને હળવો અને સામાન્ય ભૂકંપ ગણાવ્યો. ઉલ્લેખનીય છે કે પુર્વોતર ભારત ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન 5 માં આવે.
આ ક્ષેત્રમાં હળવાથી લઈને મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવતો રહે છે વિશેષજ્ઞોનું માનવુ ચે કે ટેકનોનિક પ્લેટોની હલચલથી આ ક્ષેત્રમાં ભૂકંપની સંભાવના વધુ રહે છે.