New Delhi,તા.22
દિલ્હી-એનસીઆરમાં આજે સવારે 6 વાગ્યે 3.2ની તીવ્રતાના ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપથી જાનમાલને નુકસાનની કોઈ ખબર નથી.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ફરીદાબાદ હતું. ભૂકંપની ઉંડાઈ સપાટીથી 5 કિલોમીટર નીચે 28.29 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 72.21 ડિગ્રી પુર્વી રેખાંશ પર હતી.
હરિયાણાના ફરીદાબાદમાં પણ આજે સવારે 6 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ પહેલા સોમવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા.