અભિનેતા સલમાન ખાન હંમેશાં તેની ફિટનેસ, મજાકિયો સ્વભાવ અને સ્પષ્ટ વાતો માટે જાણીતો છે
Mumbai, તા.૨૮
અભિનેતા સલમાન ખાન હંમેશાં તેની ફિટનેસ, મજાકિયો સ્વભાવ અને સ્પષ્ટ વાતો માટે જાણીતો છે. હાલમાં તે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના નવા સિઝનના પહેલા એપિસોડમાં જોવા મળ્યો હતો. આ શોમાં સલમાન સાથે કપિલ શર્મા, અર્ચના પૂરણ સિંહ, નવજોત સિંહ સિદ્ધુ, સુનીલ ગ્રોવર, જેવા ઘણા કોમેડિયન્સ પણ હાજર હતા. સલમાનનો આ એપિસોડ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. યૂઝર્સને તેના મજેદાર કિસ્સાઓ સાથે તેની પર્સનલ લાઈફથી જોડાયેલી વાતોને ખૂબ પસંદ કરી રહ્યા છે.શો દરમિયાન સલમાનને તેના પિતા સલીમ ખાનની સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે વાત કરી હતી. સલમાને જણાવ્યું કે તેના પપ્પા, સલીમ ખાન, જે હવે ૮૯ વર્ષના છે, આજે તે દરરોજ સવારે બાંદ્રા બેન્ડસ્ટેન્ડ સુધી વૉક કરવા જાય છે. સલમાને હસતા-હસતા કહ્યું, “પપ્પા કહે છે કે હવે તેમની ભૂખ ઘટી ગઈ છે, પરંતુ સાચું એ છે કે તેઓ આજે પણ દિવસમાં બે વાર ૨-૩ પરોઠા, ભાત, શાક અને મીઠાઈ ખાય છે. તેમનો મેટાબોલિઝમ અને નિષ્ઠા બંને કમાલની છે.”સલમાને પોતાની ડાયટ વિશે પણ જણાવ્યું કે તે બધું ખાય છે, પરંતુ ક્યારેય ઓવરઈટિંગ નથી કરતો. તેણે કહ્યું, “મેં ફક્ત એક કે દોઢ ચમચી ભાત , જે પણ શાક હોય, અને નોનવેજ ખાઈ લઉં છું.”સલમાને શોમાં વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તે પોતાને ફિટ રાખવા માટે હંમેશાં બેલેન્સ્ડ ડાયટ અને એક્સરસાઈઝ પર ધ્યાન આપે છે. તેણે બૉલિવૂડમાં ફિટનેસ અને જિમ કલ્ચરને પૉપ્યુલર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેને જોઈને ઇન્ડસ્ટ્રીના ઘણા એક્ટર્સે ફિટનેસને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. સલમાને કહ્યું કે સીનિયર એક્ટર્સ પણ પોતાની સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.